કામરેજ 

કામરેજના સેગવા અને આસ્તા ગામે 765 KV લાઈન અસર ગ્રસ્ત ખેડૂતોની મીટીંગ

નવસારી અને કચ્છના ખાવડા વચ્ચેથી 765 kv વીજ લાઈન પસાર થતા કામરેજ તાલુકાના ખેડૂતો પણ અસરગ્રસ્ત થયા છે. ત્યારે કામરેજના સેગવા અને આસ્તા ગામે વીજલાઈન વાળા અસર ગ્રસ્ત ખેડૂતોની મામલતદાર રશ્મિન ઠાકોર તેમજ વીજ લાઈન અધિકારીઓની હાજરીમાં સેગવા તેમજ આસ્તા ગામે મીટીંગનું આયોજન થયુ હતું. અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા સુરત જિલ્લા ખેડૂત સમાજ પ્રમુખ પરિમલ પટેલને જાણ કરતા તેઓ પણ હાજર રહ્યા હતા. પાવરગ્રીડ અધિકારીઓ દ્વારા અગાઉ વિરપોર ગામે પોલીસની મદદ વડે કરાયેલી અરાજકતા સહિત બળજબરીએ કયા કાયદા હેઠળ આવે એની માહિતી માંગતા અધિકારીઓ ભોંઠા પડી ગયા હતા. મીટિંગ સ્થળે કંપની દ્વારા પણ અધિકારીઓ બદલીને મોકલ્યા હોવાનું સામે આવ્યું હતું.

મીટીંગમાં ખેડૂતોને ચૂકવવામાં આવનાર વળતરની માહિતી આપવાની શરૂઆત કરી હતી. તેમના દ્વારા ટેલિગ્રાફ એક્ટ હેઠળ વળતરની ગણતરી કરીને ખેડૂતોને થાંભલાના પાયાના ક્ષેત્રફળના વળતરની માહિતી આપતાં ખેડૂતો આક્રોષિત થયાં હતા. ખેડૂત સમાજ પ્રમુખ પરિમલ પટેલે તેમને જણાવ્યું હતું કે જમીન સંપાદનની અનુસૂચિ 4માં જણાવ્યા મુજબ ઇલેક્ટ્રિસીટી એક્ટ 2003 માં પણ જમીન સંપાદન પ્રમાણે વળતર ચુકવવાનું થાય છે. સ્થળ પર હાજર પાવરગ્રીડના અધિકારીઓએ કાયદાઓથી માહિતગાર ન હોવાનું જણાવતા પરિમલ પટેલે અનુસૂચિ 4 ની કોપી મામલતદારને આપી જણાવ્યું હતું કે સદર માહિતી કલેક્ટરને પહોંચાડવામાં આવે.

પાવરગ્રીડના અધિકારીઓએ પ્રોજેક્ટથી ખેડૂતોને ફાયદા અંગે જણાવતા ખેડૂતોએ પણ વળતો જવાબ આપતા કહ્યું હતું કે ટ્રાન્સમિશન લાઈનનો 50 ટકા પાવર પણ જો ખેડૂતોના ખેતરોમાં જવાનો હોય તો અમારે એક પણ કાણો પૈસો જોઈતો નથી.પરંતુ તમે અમને એનું પાવર ડિસ્ટ્રીબ્યુશન આપો ત્યારે અધિકારીએ ફેરવી તોડીને પ્રોજેક્ટ રાષ્ટ્ર હિતમાં હોવાની વાત કરી ખેડૂતોએ બલિદાન આપવાનું રટણ કરતા પરિમલ પટેલે અધિકારીઓને પોતે ઓછો પગાર લો છો? સિમેન્ટમાં શું કોઈ સહકાર મળે છે? લોખંડ વાળાએ કોઈ બલિદાન આપ્યું છે? જે કંપની પાવર બનાવે છે એણે શું બલિદાન આપ્યું છે? માટે રાષ્ટ્રહિતના નામે ખેડૂતો સાથે અન્યાય સહન કરવામાં આવશે નહિ. અન્યથા દરિયાઈ પટ્ટી અથવા અંડર ગ્રાઉન્ડ કૅબલ લાઇનના વિકલ્પની પણ અધિકારીને રજૂઆત કરી હતી.

Related Articles

Back to top button