ડેડીયાપાડા ખાતે ભારત આદીવાસી સંવિધાન સેનાએ ૨૬ નવેમ્બર સંવિધાન દીને પ્રાંત અધિકારીને પ્રતિજ્ઞા પત્ર રજુ કર્યું
દેશના અલગ અલગ રાજ્યોમાં આદીવાસી હક્ક અધિકાર માટે લડતાં શહીદ થયેલાઓ માટે મૌન પાળ્યું

ભારત દેશ આઝાદ થયાં બાદ દેશનું સંચાલન કરવા નિયમોની જરુરીયાત ઉપસ્થિત થતાં ડો.ભીમરાવ આંબેડકરના અધ્યક્ષતામાં લખવામાં આવેલ સંવિધાનને ૨ વર્ષ ૧૧ માસ અને ૧૮ દીવસમાં તા.૨૬ મી નવેમ્બરના રોજ પુર્ણ કરવામાં આવ્યું.તે કારણે તા.૨૬ નવેમ્બરને સંવિધાન દિન તરીકે ઉજવવામાં આવે છે. આ સંવિધાન ૧૯૪૯માં તૈયાર કરાયેલું બંધારણ સભાને ૩ તરીકે સ્વીકારવામાં આવેલ છે. ડો. રાજેન્દ્ર પ્રસાદની કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે પસંદગી થઈ અને તેમણે ખરડા ઉપર સહી કરી કુલ-૩૯૫ કલમો અને ૮ પરીષ્ઠો વાળું દુનિયાનું વિસ્તૃત અને લાંબુ બંધારણ અસ્તિત્વમાં આવ્યું.
તે સંદર્ભે આજરોજ ભારત આદીવાસી સંવિધાન સેનાના પ્રદેશ મહામંત્રી બહાદુભાઈ વસાવાના વડપણ હેઠળ પ્રાંત અધિકારી ડેડીયાપાડાને દેશના અલગ અલગ રાજ્યોમાં આદીવાસીઓના હક્ક અધિકાર માટે લડતાં શહીદ થયેલાઓ માટે મૌન પાળી સંવિધાન દીવસ ૨૬ નવેમ્બરે પ્રતિજ્ઞા લીધી. પ્રતિજ્ઞા માં જણાવ્યું હતું કે,(૧) બંબારણને બચાવવા માટે દેશના અલગ અલગ રાજ્યોમાં રહેતાં આદીવાસીઓ,દલિતો અને અન્ય પછાતો વર્ગો, લઘુમતિઓ સાથે રહીને ગરીબ વંચિતો માટે સંઘર્ષ કરવામાં આવશે.(૨) જળ,જંગલ અને જમીન અમારા મૂળ અધિકાર માટે સંઘર્ષ કરીશું.(૩) અમારા માટેની વિશેષ જોગવાઈઓ જેમકે પાંચમી અનૂસુચિ,અનામત અને જમીનના સંરક્ષણ માટે બનાવેલ ૭૩ અઅ કાયદાના રક્ષણ માટે સરકાર સામે સંઘર્ષ કરીશું.(૪) બંધારણના અનુચ્છેદ -૧૩(૩) (ક) અંતર્ગત રૂઢિપ્રથાની અને ગ્રામસભાની શક્તિઓ જે બંધારણીય અધિકારો છે.તે માટે સતત જનજાગૃતિ ના કાર્યક્રમો કરી લોકોને જાગૃત કરીશું.(૫) અમારા ગ્રાંટનો ઉપયોગ વિકાસ માટે કેન્દ્ર, રાજ્ય અને અર્ધસરકારી ક્ષેત્રો વિવિધ યોજનાઓ બનાવે અને લાગુ કરાવવા સંઘર્ષ કરીશું.(૬) અમારા વિધાર્થીઓ માટે કેજી થી પોસ્ટ ગ્રેજ્યુએટ સુધી મફત શિક્ષણ હોવુ જોઈએ.આશ્રમશાળાઓમાં કુપોષણ અટકાવવા માટે સ્વસ્થ ભોજન તેમજ જરુરી ચિજવસ્તુઓ માટે અવાજ ઉઠાવીશુ.(૭) સંસ્કૃતિ, પરંપરા,રિતિરીવાજ, જીવનશૈલી બચાવવા માટે સતત પ્રયત્ન કરતા રહીશું.(૮) આદીવાસીઓ માટે અલગ ઓળખ અને અસ્મિતા મળે તે માટે પ્રયત્ન કરીશું.(૯) પર્યાવરણ બચાવવા માટે પ્રયત્ન કરવામાં આવશે.(૧૦) સમાજને સંગઠીત કરવા અને એકતા ન તુટે તે માટે સંઘર્ષ કરવામાં આવશે.(૧૧) રાજય સરકાર દ્રારા જમીનના સંરક્ષણ માટે કાયદાની કડક અમલવારી કરવા માટે અને લુટાંતી જમીન બચાવવા સંઘર્ષ કરીશુ.અને જમીન વિહોણા આદીવાસીઓને જમીન અપાવવા સતત આંદોલન કરવામાં આવશે.(૧૨) આદીવાસી જનનાયક બિરસામુંડા અને બંધારણ સભાના સભ્ય જયપાલસિંહ મુંડા અને અન્ય ક્રાંતિકારોને ભારત રત્ન થી સન્માનિત કરે અને જન્મ જયંતિ નિમિત્તે જાહેર રજા રાખવા માટે આંદોલનો કરવામાં આવશે.(૧૩) દરેક ક્ષેત્રમાં અમારા સમાજના લોકો આગળ વધે તે માટે મદદ કરતા રહીશું.(૧૪) આદીવાસીઓ ઉપર થતાં અન્યાય અત્યાર અને જુલ્મ સાથે અવાજ ઉઠાવી લડતાં રહીશું.
એવી પ્રતિજ્ઞા આજરોજ લીધી હતી.તે પ્રસંગે કાર્યકરો પાંડયાભાઈ, કિરણભાઈ,ડો. અશ્વિન વસાવા તેમજ અન્ય આગેવાનો હાજર રહ્યા હતાં.




