ભરૂચ
અંકલેશ્વર- નેત્રંગના ખખડધજ માર્ગ પર આખરે ખાડા પૂરવાનું શરૂ કરાયું

વાલિયા અંકલેશ્વર થી નેત્રંગ સુધીનો રાજ્ય ધોરી માર્ગ છેલ્લા ત્રણ વર્ષથી બિસ્માર હતો પરંતુ વરસાદ પડતા જ રસ્તા પર પડેલા ખાડાઓ એક ફૂટ ઊંડા થઈ જતાં વાહન ચાલકોની સમસ્યા વધી છે. તો દર્દીઓને પણ દવાખાને પહોંચતા સુધીમાં જીવ નીકળી જાય તેવી સ્થિતિ ઊભી થતાં દિવ્ય ભાસ્કરે લોકોની સમસ્યાને ન્યૂઝના માધ્યમથી પ્રસારિત કરતાં માર્ગ અને મકાન વિભાગે પ્રાથમિક ધોરણે મેટલથી ખાડા પુરવાની કામગીરી ચાલુ કરી દીધી છે. જેમાં ખાડામાં મેટલ નાખી રોલર ફેરવી ખાડા પૂરવામાં આવી રહ્યા છે. વરસાદ પડતાં ફરી ખાડા પડી જવાની શક્યતા છે. ત્યાં સુધી વાહન ચાલકોને રાહત થશે. જોકે નવા રસ્તાની ટેન્ડરીંગ પ્રક્રિયા પૂર્ણ થઈ છે ત્યારે આવી જે તે કંપની પાસે ડિપોઝિટ ભરાવી કામગીરી આપવામાં આવશે. ત્યારબાદ રસ્તાનું નવીનીકરણ કરવામાં આવશે.




