કેવડીયા ખાતે ટ્રાયબલ મ્યુઝિયમનાં બાંધકામના સ્થળે પરિવારના એકના એક દીકરાની હત્યા, તો બીજાની હાલાત ગંભીર
"છ મજુરો,એક સુપરવાઈઝર પર FIR નહી ચાલે,ઓથોરાઈડ એજન્સી અને નોડલ એજન્સીને આરોપીમાં સામેલ નહી કરાય તો કેવડીયા બંધ સાથે ડેડ બોડી નહી સ્વીકારાય"- ચૈતર વસાવા

નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે છે વર્ષથી બાંધકામ ટ્રાઇબલ મ્યુઝિયમનું થઈ રહ્યું છે. તેની બાજુના કેવડિયા અને ગભાણા ગામના બે યુવાનો ત્યાં મુખ્ય રસ્તા પરથી પસાર થતા હતાં ત્યારે, ટ્રાઈબલ મ્યુઝિયમનું બાંધકામ કરનારી એજન્સીના માણસોએ બે યુવાનોને મ્યુઝિયમ બાંધકામના સ્થળ પર લઈ જઈ, કપડા કાઢી, બાંધી રાખી અને ગોંધી રાખીને આખી રાત ઢોર માર મારવામાં આવેલો છે, જે દરમિયાન બે યુવાનો માંથી એક યુવાનનું મૃત્યુ થયું છે. અને એક યુવાન રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે અને તેની પણ હાલત ગંભીર છે. અને આ ગરીબ પરિવારનુ ભરણપોષણ કરનાર એક ના એક યુવાનનું મૃત્યુ થતા, પરિવાર આજે નિરાધાર બની ગયો છે.
આદિવાસી વિસ્તારોમાં બહારથી આવનાર એજન્સીઓને બચાવવા, કાયદેસરની કાર્યવાહી માટે પોલીસ એફ.આઈ.આર. માં છ મજૂરો અને સુપરવાઇઝર નું નામ નાખીને પોલીસ દ્વારા ભીનું સંકેલવાનો પ્રયાસ કરી રહી છે ત્યારે એવી માંગણી છે કે આ પરિવારના એક ના એક દીકરાને ગુમાવનાર પરિવારને જે પણ ઓથોરાઈડ એજન્સીનો વ્યક્તિ હોય કે નોડલ અધિકારી હોય તે આવીને એ પરિવારને માનવતાને રીતે મદદરૂપ થવાની વાત કરે, અને જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી થાય અને ત્યારબાદ ડેડબોડીનું પીએમ થાય પછી જ ડેડબોડી સ્વીકારવામાં આવશે. જે બાબતે ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવવ્યું કે, અગર આ પરિવારને ન્યાય નહીં મળશે તો આવનાર દિવસોમાં સમગ્ર આદિવાસી સમાજને આહવાન કરી અને હજારોની સંખ્યામાં અહીંયા ભેગા થઈને આંદોલન કરવામાં આવશે, અને સમગ્ર આદિવાસી વિસ્તારોમાં મોટુ જન આંદોલન થશે અને આવતીકાલથી કેવડિયા બંધનું એલાન પણ આપવામાં આવશે.જો પરિવાર ને ન્યાય ન મળે તો સમગ્ર આદિવાસી સમાજ પીડિત પરિવારને ન્યાય અપાવવા કેવડિયા ખાતે પહોંચશે.




