તાપી

વ્યારા પાલિકાનું સ્વીપર મશીન જ છેલ્લા નવ વર્ષથી ધૂળ ખાય છે

વ્યારા નગરપાલિકા નગરના વિવિધ માર્ગો પર રસ્તા પર સ્વીપર મશીનથી સાફ સફાઈ કરવા 20 લાખ રૂપિયાના ખર્ચે લવાયેલું રોડ સ્વીપર મશીન એક બે વર્ષ કામગીરી બાદ હાલ 09 વર્ષથી શોભાના ગાંઠિયા સમાન બની રહેતા હાલ નગરજનોને ધૂળની ડમરીની મુશ્કેલી વેઠી રહ્યા છે.

અંદાજિત 10 કે 11 વર્ષ અગાઉ વ્યારા નગર રોડની સુવિધા વધારવા માટે અને નગરમાં ધૂળની સમસ્યાને દૂર કરવા માટે સ્વિપર મશીન 20 લાખનો ખરીદ કર્યો હતો. શરૂઆતના એક બે વર્ષ અગાઉ આ સ્વિપર મશીન નગરના વિવિધ માર્ગો પર સાફ સફાઈ કરી ધૂળની સમસ્યાથી મુક્તિ અપાવી હતી.જોકે ત્યારબાદ સ્વીપર મશીન બગડી જતા માંડ માંડ કોઈક વાર કામગીરી કરતું હતું. હાલ સ્વિપર મશીન નવ વર્ષથી બગડેલી હાલતમાં હોય તેના રીપેરીંગ ના સાધનો મળતા ન હોવાને લઈને બંધ હાલતમાં પડ્યું છે. હાલ રીપેરીંગના અભાવે 20 લાખનું ધૂળ સાફ કરવાનું મશીન જ ધૂળ ખાઈ રહેતા લોકોને ધૂળની મુશ્કેલીઓ વધી હતી.

Related Articles

Back to top button