તાપી

તાપી જિલ્લા કલેક્ટરને રાહુલ ગાંધીએ અમેરિકામાં આપેલ અનામત નાબૂદીનાં નિવેદન મુદ્દે આવેધન આપી વિરોધ કરવામાં આવ્યો

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગો માટે અનામત વિરુધ્ધ યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકામાં આપેલ સ્પીચ વિરુધ્ધમાં તાપી જિલ્લા ભાજપ અનુસૂચિત જન જાતિ મોરચાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અર્જુનભાઈ ચોધરી અને આગેવાનોની હાજરીમાં કલેકટરને આવેદન પત્ર આપવા માં આવ્યું હતું.

આવેદનમાં જણાવ્યા મુજબ લોકસભામાં વિપક્ષના નેતા બન્યા બાદ રાહુલ ગાંધીએ અમેરિકાનો પ્રવાસ કર્યો હતો અને ત્યાં ભારત વિરોધી શક્તિઓ અને જૂથો સાથે બેસીને ભારત વિરોધી અને હિન્દુત્વ વિરોધી નિવેદનો કર્યા અને ખુલાસો કર્યો કે તેઓ લોકસભામાં વિરોધપક્ષના નેતા નથી, પરંતુ ભારત વિરોધી નેતા છે. રાહુલ ગાંધીએ અમેરિકામાં જે પ્રવચન રજૂ કર્યું છે તે ભારત વિરોધી, અલગતાવાદી, વિનાશક અને હિન્દુત્વનું અપમાન છે.

રાહુલ ગાંધીએ અમેરિકામાં એક પછી એક ઘણા વિવાદાસ્પદ નિવેદનો આપ્યા છે જેના કારણે ભારતીયોની લાગણી દુભાય છે. શીખ સમુદાય પર પણ વિવાદાસ્પદ અને ખરાબ નિવેદન આપ્યું હતું. લોકસભાની ચૂંટણીમાં ધૂમ મચાવતા હતા કે જો ભાજપ 400નો આંકડો પાર કરશે તો બંધારણ બદલી દેશે અને અનામત ખતમ કરી દેશેએ જ રાહુલ ગાંધીએ અનુસૂચિત જાતિ, અનુસુચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગો માટે તેમની માનસિકતા અનામતની વિરુધ્ધ છે, તે સાબિત કરતાં અનામતની જોગવાઈ સામે તેમનો પૂર્વગ્રહ, યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકામાં જ્યોર્જટાઉન યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથેની વાતચીત દરમિયાન ખુલ્લેઆમ બહાર પાડયો. તેમણે તેમની સ્પીચમાં જણાવ્યું કે જયારે ભારત ભેદભાવયુક્ત દેશ બનશે ત્યારે કોંગ્રેસ આરક્ષણ ખતમ કરી દેશે. અનામત સામેનો પૂર્વગ્રહ જે રાહુલ ગાંધી પાસે છે, તે અમેરિકામાં પ્રતિબિંબિત થયો છે. કોંગ્રેસ નેતાનું બંધારણ બચાવવા અને અનામત બચાવવાની ઝુંબેશ એક “ચર્ચા’ સિવાય બીજું કંઈ નથી. તેમજ તેમણે ભારતની બહાર જઈને આરક્ષણ વિશે વાત કરવાની કોઈ જરૂર નથી.પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ, ઇન્દિરા ગાંધી પણ અનુસૂચિત જાતિ (SC), અનુસૂષ્ટિત જનજાતિ (ST) અને અન્ય પછાત વર્ગ (OBC) અનામત આપવાના વિરુધ્ધ, આમ રાહુલ ગાંધી દ્વારા ભારતના નાગરિક ને ના શોભે તેવું અણછાજતું વર્તન કર્યું છે જે નિંદનીય છે. જેથી હમો સમસ્ત આદિવાસી મોરચાના લોકો રાહુલ ગાંધી અને કોંગ્રેસના વિરુધ્ધમાં આવેદન આપીએ છીએ અને ચેતવણી આપવા માંગીએ છીએ કે, જો કોંગ્રેસ કોઈ પણ રીતે અનામતની જોગવાઈ સાથે છેડછાડ કરવાનો અથવા તેને રદ કરવાનો પ્રયાસ કરશે, તો ભાજપ તેનો સખત વિરોધ કરશે.

Related Articles

Back to top button