ગુજરાત
ગુજરાતભરમાં મચ્યો હાહાકાર: નવા વેરિએન્ટની એન્ટ્રી બાદ અમદાવાદમાં કોરોનાથી પ્રથમ મોત, જાણો કોરોનાના કેટલા એક્ટિવ કેસ
અમદાવાદ શહેરમાં કોરોનાં કેસમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. નવા વેરિએન્ટની એન્ટ્રી બાદ શહેરમાં કોરોનાથી પ્રથમ મોત થતા લોકોમાં ભય વ્યાપી જવા પામ્યો હતો.

- અમદાવાદ શહેરમાં કોરોના કેસમાં થયો વધારો
- સરખેજ અને રાણીપમાં નવા કેસ નોંધાયા
- કોરોનાનાં નવા વેરિએન્ટની એન્ટ્રી બાદ અમદાવાદમાં પ્રથમ મોત
અમદાવાદ શહેરમાં કોરોનાં કેસમાં ધીમી ગતિએ વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં નવા વેરિએન્ટની એન્ટ્રી બાદ દરિયાપુરમાં કોરોનાથી પ્રથમ મોત થયું છે. જેમાં 82 વર્ષીય વૃદ્ધાનું મોત થતા લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. ટીબીની દર્દી વૃદ્ધા છેલ્લા ઘણા સમયથી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. જેઓનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું.
આજે વધુ બે કેસ પ્રકાશમાં આવ્યા
આજે વધુ બે નવા કેસ નોધાયા હતા. જેમાં 1 પુરૂષ અને 1 મહિલા દર્દી નોંધાયા છે. સરખેજ અને રાણીપમાં નવા કેસ સામે આવ્યા છે. જેમાં 1 વ્યક્તિની ટ્રાવેલ હિસ્ટ્રી સિંગાપોરની સામે આવી છે. હાલ 34 લોકોને હોમઆઈસોલેશન કર્યા છે. જ્યારે 1 હોસ્પિટલમાં દાખલ કર્યા છે. શહેરમાં કોરોનાનાં 35 એક્ટિવ કેસ છે. જેમાંથી 2 લોકોને રજા આપવામાં આવી છે.




