નર્મદા

નર્મદા અને ભરૂચ જિલ્લાની સરકારી માધ્યમિક શાળાઓ અને હોસ્ટેલોની દયનીય સ્થિતિ અંગે ભાજપના સાંસદ મનસુખ વસાવાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો

નર્મદા અને ભરૂચ જિલ્લાની સરકારી માધ્યમિક શાળાઓ અને હોસ્ટેલોની દયનીય સ્થિતિ અંગે ભાજપના સાંસદ મનસુખ વસાવાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે. ડેડીયાપાડાના તાબદા ગામની સ્થિતિનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું કે, શાળા અને હોસ્ટેલની હાલત અત્યંત ખરાબ છે.

હોસ્ટેલનું મકાન જર્જરિત છે અને પરિસરમાં ઘાસ ઉગી નીકળ્યું છે. પાણીની વ્યવસ્થા અપૂરતી છે, ઉનાળામાં બોર સૂકાઈ જાય છે. શાળામાં વિષયવાર શિક્ષકોની ખૂબ અછત છે. હોસ્ટેલમાં ગૃહપતિના અભાવે વોચમેન વિદ્યાર્થીઓની સંભાળ રાખે છે. રસોઈયાના અભાવે વિદ્યાર્થીઓને જાતે રસોઈ બનાવવી પડે છે. બાળકોને માત્ર કઠોળ, દાળ-ભાત અને રોટલી જ મળે છે, શાકભાજી આપવામાં આવતા નથી.

 

સાગબારા તાલુકાના કોલવણ ગામની શાળાની પણ આવી જ સ્થિતિ છે. સાંસદે પત્રમાં માંગ કરી છે કે તમામ શાળાઓમાં પૂરતા શિક્ષકો, ક્લાર્ક, ગૃહપતિ, રસોઈયા અને સફાઈ કર્મચારીઓની ભરતી કરવામાં આવે. સાથે જ જર્જરિત મકાનોની મરામત અથવા નવા બિલ્ડિંગનું બાંધકામ કરવામાં આવે જેથી કોઈ અકસ્માત કે જાનહાની ન થાય.

 

Related Articles

Back to top button