નિઝરમાં આવેલ રાયગઢ ગામથી પીપરીપાડા ગામને જોડતો મેઈન ડામર રસ્તાની સાઇટમાં

નિઝર તાલુકામાં આવેલ રાયગઢ ગામ ખાતેથી પીપરીપાડા ગામને જોડતો મેઈન ડામર રસ્તાની સાઇટમાં સરકાર દ્વારા લાખો રૂપિયાના ખર્ચે પેવર બ્લોક બેસાડવામાં આવેલ છે. પરંતુ આ રસ્તાની સાઇટમાં પેવર બ્લોક બેસાડવાની કામગીરીને આશરે છ મહિના પણ પૂર્ણ થયેલ ન હોય અને રસ્તાની સાઇટમાં લગાવેલ ઘણી જગ્યાએથી પેવર બ્લોક ઉખડી ગયેલ છે. જે તે સમયે ડામર રસ્તાની બંને સાઈટમાં પેવર બ્લોક બેસાડવાનું કામ કરનાર કોન્ટ્રાકટર દ્વારા આ પેવર બ્લોક બેસાડવાની કામગીરીના કામમાં વેઠ ઉતારવામાં આવેલ છે.તેમ કહેવાય તો નવાઈ નહી, કારણ કે, આ રસ્તાની સાઈટમાંથી અનેક જગ્યા પરથી પેવર બ્લોક ઉખડવા માંડ્યા છે. રાયગઢ ગામ અને પીપરીપાડા ગામને જોડતો ડામર રસ્તાની બંને સાઇટ ઉપર અંદાજિત ચારેક – પાંચેક મહિના પહેલા જ પેવર બ્લોકનું કામ કરવામાં આવ્યું છે. પરંતુ રસ્તાની બાજુમાં લગાવવામાં આવેલા પેવર બ્લોક ઘણી જગ્યા પરથી ઉખડી ગયેલ નજરે પડી રહ્યા છે. જેના પરથી ચોક્કસ જણાય આવે છે. કે, કામગીરી કરનાર કોન્ટ્રાકટર દ્વારા ડામર રસ્તાની સાઇટમાં લગાવવામાં આવેલા પેવર બ્લોકની કામગીરી યોગ્ય રીતે કરેલ નથી. જોકે આ રાયગઢ ગામ ખાતેથી પીપરીપાડા ગામને જોડતો ડામર રસ્તાની સાઇટમાં લગાવેલ પેવર બ્લોકની કામગીરી સરકારની કોઈ યોજનામાંથી કરવામાં આવેલ છે. તે અંગેની વિગત ચોક્કસ પણે જાણવા મળેલ નથી.




