નર્મદા

દેડિયાપાડાથી મોવી માર્ગ પર યાલ પાસેના પુલના બે ટુકડા થતાં 40 કિમીના ફેરાવાથી બચવા પૂરમાં નદી પાર કરવાનું જોખમ ખેડતા લોકો

નર્મદા જિલ્લાના કરજણ ડેમના 2 દરવાજા ખોલી 17 હજાર કયુસેક પાણી છોડવામાં આવતાં કરજણ નદીમાં આવેલાં ઘોડાપુરના કારણે અનેક નાળાઓ અને પુલનું ધોવાણ થતાં ભ્રષ્ટાચારની પોલ ખુલી છે પણ સાથે સાથે લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે. દેડિયાપાડા તરફ જતાં માર્ગ પર યાલ અને બીતાડા ગામની વચ્ચેનો પુલ તકલાદી બાંધકામના લીધે બે ટુકડામાં વિભાજીત થઇ ગયો છે. બીજી તરફ નેત્રંગ તાલુકામાં પણ 6 કલાકમાં સાડા 7 ઇંચ વરસાદ ખાબકતાં સર્વત્ર જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે.

પૂરના પાણી ધીમે ધીમે ઓસરી રહયાં છે અને હવે વિનાશ દેખાઇ રહયો છે. મોવીથી દેડિયાપાડા તરફ જતાં માર્ગ પર યાલ ગામ પાસે બ્રિજ તુટી ગયા બાદ વાહનવ્યહવાર ખોરવાઇ ગયો છે જેના કારણે આસપાસ આવેલાં ગામના લોકો હાલાકી ભોગવી રહયાં છે.પુલ બંધ થઇ જતાં લોકોને 30 થી 40 કિમીનો ફેરાવો ફરવો પડી રહયો છે.

આ ફેરાવાથી બચવા માટે લોકો જીવના જોખમે પાણીમાંથી પસાર થઇ રહયાં છે. નદીના ધસમસતા પ્રવાહમાંથી પસાર થવાનું જોખમ લઇ રહયાં છે. જો રાત્રિના વરસાદ જંગલ વિસ્તારમાં પડ્યો હોય અને એના પાણીનો વહેણ વધી જાય તો આ નદી પસાર કરતા વ્યક્તિઓ તણાઈ શકે તેવી પરિસ્થિતિ ઉભી થાય તો જવાબદાર કોણ એ એક પ્રશ્ન છે.

ડાયવર્ઝન બનાવવામાં આવે તેવી અમારી માગણી છે

સ્થાનિક લોકોનું કહેવું છે કે આ બ્રિજ બનતા વાર લાગે એના કરતા બાજુમાં બીજા ભુંગળા મૂકી અને એક ડ્રાઈવરજન રુટ માર્ગ તૈયાર કરે તો થોડા દિવસોમાં આ મુખ્ય માર્ગ ચાલુ થઈ શકે પરંતુ અથવા તો આ દારૂ બનાવવા માટે તંત્ર તાત્કાલિક અસરથી બનાવે તે જરૂરી છે નહિતર અમારે આખું ચોમાસું આ રીતે જ જોખમી રીતે પસાર થવું પડશે.

Related Articles

Back to top button