માંડવી

માંડવી પોલીસ સ્ટેશનની સી ટીમનું ગૌવરપૂર્ણ કામગીરી: બે બાળકીઓને તેમના પરિવાર સાથે ભેટો કરાવ્યો

લક્ષ્મી માર્કેટ ખાતે અજાણી બે છોકરીઓ હોવાનનું ધ્યાને આવ્યું હતું

માંડવી પોલીસ સ્ટેશનની સી ટીમને લક્ષ્મી માર્કેટ ખાતે અજાણી બે છોકરીઓ હોવાની મળેલી માહિતી મળી હતી. બાદ બંને છોકરીઓનો સંપર્ક કરી જરૂરી પૂછતાછ બાદ ઘરથી કોઈને પણ જાણ કર્યા વગર નીકળી આવેલ બંને છોકરીઓનું પરિવાર સાથે મિલન કરાવતા પરિવારજનોએ માંડવી મહિલા કોન્સ્ટેબલનો આભાર વ્યક્ત કર્યો હતો. તથા અગ્રણીઓએ તથા અધિકારીઓએ મહિલા કોન્સ્ટેબલોની કામગીરી બદલ અભિનંદન પાઠવ્યા હતા.

પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર માંડવી પોલીસ સ્ટેશનના સીટી ટીમ ઇન્ચાર્જ ડબલ્યુ એ એસ આઈ સુનિતાબેન વલ્લભભાઈ ચૌધરી તથા wpc પ્રિયંકાબેન કનૈયાલાલ કે જેઓ બુધવારનો હાટ હોય પેટ્રોલિંગમાં નીકળ્યા હતા. દરમિયાન માંડવી ટાઉન વિસ્તારમાં લક્ષ્મી માર્કેટમાં અજાણી બે છોકરી જોવા મળી હતી. જેથી બંને મહિલા કોન્સ્ટેબલને શંકા જતા એમની પૂછપરછ કરી હતી. દરમિયાન કૃપાબેન રોહિતભાઈ ચૌધરી (20) અને હિરલબેન દીપકભાઈ ચૌધરી (15 )હોવાનું જાણવા મળ્યું હતું. વધુ પૂછપરછમાં ક્યાંથી આવ્યા અને ક્યાં જવાના હોવાની બાબતે એમણે જણાવ્યું હતું કે તેઓઘરે કોઈને કંઈ પણ કહ્યા વગર નીકળી આવેલ છે તથા સુરત શહેરમાં અમરોલી વિસ્તારના હોવાનું જણાવ્યું હતું.

ત્યારબાદ પોલીસે અમરોલી પોલીસ સ્ટેશન સંપર્ક કરતા જાણવા મળ્યું હતું કે બંને છોકરીઓ ગુમ થયા બાબતે પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ ફરિયાદ દાખલ થઈ હતી. મહિલા કોન્સ્ટેબલએ એમના પરિવારનો સંપર્ક કરતા બંને છોકરીના પિતા માંડવી પોલીસ સ્ટેશન આવ્યા હતા અને એમને બંને છોકરીઓનો કબજો સોંપવામાં આવ્યો હતો.

Related Articles

Back to top button