
માંગરોળ તાલુકાના નાની નરોલી ઝંખવાવ મોસાલી બોરસદ સહિત ચાર ગામોમાં વીજ કંપનીએ વહેલી સવારે દરોડા પાડી રૂપિયા 1 કરોડ 15 લાખની ઝડપી પાડતાં વીજચોરોમાં વ્યાપક ફફડાટ ફેલાયો હતો.
છેલ્લા કેટલાક સમયથી ઉપરોક્ત ગામના ફીડરોમાં ટી.એન.ડી 50% લોસ હોવાને કારણે વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ અને ડી.જી.વી.સી.એલના સંયુક્ત ઉપક્રમે વહેલી સવારે અધિક્ષક ઇજનેર મોદી બરોડા, બી યુ પટેલ બરોડા સ્થાનિક માંગરોળ વીજ કચેરીના નાયબ કાર્યપાલક ઇજનેર ધવલભાઈ યુ ઝાખરૂવાલા જુનિયર ઈજનેર ડી.ડી પટેલ જુનિયર ઈજનેર રીતેશ.વી. ગામીત વગેરેના નેતૃત્વમાં 60 જેટલી વીજ કંપનીની ટીમોએ માંગરોળ, કડોદરા અને કોસંબા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓના કાફલા સાથે નાની નરોલી મોસાલી ઝંખવાવ, બોરસદ સહિત ચાર ગામોમાં ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં મોટાપાયે ઝડપી પાડવામાં આવી હતી. વીજ ચોરી કરતા પકડાયેલા લોકોને દંડનીય બીલો ફટકારવામાં આવ્યા હતા.




