માંડવી ST ડેપોમાં વર્કશોપ કર્મચારીઓ ગ્રેડ પે સહિતના મુદ્દાઓ માટે સંગઠનોને રજૂઆત

ST નિગમના વર્કશોપના તમામ કર્મચારીઓને વારંવાર અન્યાય થતો હોવાની નારાજગી સાથે માંડવી ST વર્કશોપમાં કર્મચારીઓએ ભારતીય મજદૂર સંઘના હોદ્દેદાર તથા મજદૂર મહાજનના હોદ્દેદારને લેખિતમાં રજૂઆત કરી પોતાની વિવિધ માંગો અંગે તાકીદે અમલીકરણની માંગ કરી હતી.
માંડવી ST વિભાગના વર્કશોપનાં તમામ કર્મચારીઓએ જણાવ્યું હતું કે જ્યારે જ્યારે આંદોલન થયા છે ત્યારે ત્યારે વર્કશોપના કર્મચારીઓએ પણ પૂરતો સહકાર આપ્યો છે પરંતુ દરેક આંદોલનમાં ડ્રાઇવર અને કંડકટરના ગ્રેડ પે માં વધારો થયો છે પરંતુ વર્કશોપ ના તમામ કર્મચારીઓના ગ્રેડપેમાં કોઈ સુધારો થયો નથી જેમાં સુધારો કરવામાં આવે તથા કાયમી હેલ્પર કક્ષાના તેમજ આર્ટ-સી કક્ષાના કર્મચારીઓના સાતમા પગાર પંચની રહેલી વિસંગતતા દૂર કરવા પણ વિનંતી કરી હતી. તમામ આંદોલનોમાં જોડાવા છતાં વર્કશોપના કર્મચારીઓને કોઈ ફાયદા થયા નથી અને જ્યારે તમામ કર્મચારીઓના ગ્રેડ-પે સુધારા થતાં હોય અને વર્કશોપના કર્મચારીઓના પગારમાં સુધારા ન થાય તો વર્કશોપના તમામ કર્મચારીઓ માન્ય ત્રણેય યુનિયનનો બહિષ્કાર કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. ડ્રાઇવર કંડક્ટરના જેટલા ટકા પ્રમાણે ગ્રેડ-પેમાં સુધારો કરી આપેલ છે એટલા જ પ્રમાણમાં વર્કશોપના તમામ કર્મચારીઓના ગ્રેડ-પેડ માં સુધારો કરી આપવાની માંગ કરી હતી વધુમાં જણાવ્યું હતું કે ફેક્ટરી એક્ટના નિયમ મુજબ કર્મચારીઓના ૯૦ ટકા સુવિધાઓ કાર્યરત હોય છે પણ વહીવટી પરિપત્રોના કારણે સુવિધાઓ મેળવી શકતા નથી જેના અનુસંધાને નુકસાન થઈ રહેલ હોય જે બાબતે તાત્કાલિક હકારાત્મક ઉકેલ લાવવાની પણ માંગ કરી હતી




