વાલોડના દેગામા ખાતે નાણાં પંચના કામો બાબતે ગ્રામ સભા ગરમાઈ

દેગામા ખાતે તા. 22/07/2024 મી ના રોજ જૂજ ગ્રામજનોની હાજરીમા ગામના સરપંચ, ઉપસરપંચ સિવાય સભ્યોની ગેરહાજરીમાં જ ગ્રામસભા યોજવામાં આવતા સભામાં ઉપસ્થિત નાગરિકો ઉશ્કેરાયા હતા. વ્યાપક ભ્રષ્ટાચારના મુદ્દાઓ ઉપસ્થિત થયા હતા, ચર્ચા દરમિયાન જવાબ ન આપી શકતા મામલો તંગ થયો હતો અને આખરે તા.22 મીની ગ્રામસભા રદ કરવી પડી હતી.
ગામના વિકાસના કામો માત્ર ચોપડા ઉપર જ રહી જતા ગામના વિકાસના કામો ક્યાંય દેખાતા ન હોય સરકારી અનુદાન કયા વેડફી નાખવામાં આવે છે તે મુદ્દે ખૂબ જ ઝાટકણી કાઢી હતી. આ બાબતે એક અરજી તાલુકા વિકાસ અધિકારીને કરવામાં આવેલ હતી જે માટે ગ્રામજનોએ સામૂહિક અરજી કરવામાં આવેલ તાલુકા વિકાસ અધિકારી વાલોડે તા. 24/08/ 2024 ના રોજ પત્ર લખી સરપંચ દેગામાંને સૂચના આપેલ હતી અને સરપંચ અને તલાટીને 15 દિવસની મુદત આપી કાર્યવાહી કરવા સૂચના આપેલ હતી, તા. 01/9/2024ના રોજ ગ્રામસભા યોજવામાં આવેલ હતી, જેમાં ગામના 200 ગ્રામજનો ઉપસ્થિત વચ્ચે ગ્રામસભામાં બાંધકામ, રસ્તાઓ, ગટર લાઈન, નલ સે જલ યોજના, તળાવના મુદ્દા,ગૌચર જમીન, ગામની સફાઈ, સ્ટ્રીટ લાઈટ,સ્મશાનનો મુદ્દો તથા ગામમાં પુલ તૂટી જવો જે બાબતે ચર્ચાઓ ચાલી હતી. ગૌચરની જમીનો પર દબાણ થતા માપણી કરાવવા મુદ્દે હોદ્દેદારો જવાબ આપવામાં ઠાગાઠૈયા કરતા જોવા મળ્યા હતા. ગ્રામસભાનું વાતાવરણ ખૂબ જ ગરમાયું હતું. નાણાપંચના થયેલ કામોમાં ભ્રષ્ટાચાર ચરમસીમાએ પહોંચ્યો હોવાની વાતો ગામની લાઇબ્રેરી અંગે ગરમ ચર્ચાઓ થઈ હતી.




