માંડવી

દીપડાનાં હુમલાઓથી વીજ સપ્લાયનો સમય બદલવા માંડવીના મોરીઠા ગામના આજુબાજુ વિસ્તારોના ખેડૂતોની પ્રાંત અધિકારીને રજૂઆત

મોરીઠા ગ્રામ પંચાયતના ગામલોકોએ દીપડાનાં વધી રહેલા આતંકને પગલે ખેતીવાડીનો પાવર દિવસમાં કરવાની માંગ સાથે પ્રાંત અધિકારીને રજૂઆત કરી છે.

મોરીઠા ગ્રામ પંચાયતનાં ખેત ઉત્પાદકો, પશુપાલકો તેમજ શ્રમજીવી પરિવારોનું જણાવવાનું કે વર્ષોથી ખેતી અને પશુપાલન વ્યવસાય – વ્યવસ્થા સાથે સંકળાયેલ છીએ અને હાલમાં ગામના ખેડૂત અને પશુપાલન કરતા ચારથી પાંચ વ્યક્તિઓ (જેમાં બે મહિલાઓ સામેલ છે ) ચાલુ મહિનામાં એક અઠવાડિયામાં સતત સાંજના સમય દરમિયાન દીપડાએ અલગ અલગ હુમલાઓ કર્યા છે, જેના કારણે વિસ્તારનું માનવ જીવન ભયભીત છે. પશુપાલન માટે ઘાસચારો કે ખેતીવાડીના કામો માટે મજુરી કરીને જીવન ચલાવતા શ્રમજીવી પરિવારો માટે જીવન દુર્ગમ બન્યું છે. ક્યારેક કોઈ પુરૂષ કે સ્ત્રી કે કોઈ બાળક દીપડાનો શિકાર નહી બને અને કોઈની જાનહાની ન થાય, એ પહેલાની તકેદારીના ભાગરૂપે માનવજીવનને દીપડાના આતંકથી બચાવવા દક્ષિણ ગુજરાત વીજ કંપની જે રાત્રીના સમયે ખેતીવાડી માટે આપવામાં આવતો ટીટોઈ ફીડરમાંથી વીજ પુરવઠો આપવામાં આવે છે. તેનો સમય બદલી સવારે 8.00 કલાકથી સાંજે 4.00 કલાકનો કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. માનવ જીવન સરંક્ષણને લઈને અત્યંત સંવેદનશીલ અને ગંભીર બાબત હોય ન્યાય અપેક્ષિત માંગણી સદર્ભે મોરીઠા ગ્રામ પંચાયત તથા આજબાજુના ગામના રહીશો દ્વારા આવેદનપત્ર પાઠવી માંગણી કરી છે.

Related Articles

Back to top button