ઉમરપાડામાં સેન્ટ્રલ મધ્યાહન ભોજન યોજનાનો વિરોધ

ઉમરપાડા તાલુકામાં મધ્યાહન ભોજન યોજનાને ખાનગી સંસ્થાઓને ન સોંપવા રસોઈયા અને મદદનીશ તરફથી લેખિત પરિપત્ર મામલતદારને આપવામાં આવ્યો હતો, જેમાં જણાવ્યું હતું કે મધ્યાહન ભોજન યોજના ગુજરાતમાં 1984 માં શરૂ થઇ હતી. પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક વર્ગના બાળકો ભોજનનો લાભ લે છે જેના થકી તેમની પોષણની સ્થિતિ સુધારવામાં આવે છે.
યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ગરીબ બાળકોને પ્રોત્સાહિત કરવા તેમજ બાળકો શાળામાં વધુ નિયમિતપણે હાજરી આપતા થાય અને પોષક આહાર કારણે વર્ગખંડની પ્રવૃત્તિ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદરૂપ થાય અને શાળામાં નોંધણી જાળવી રાખવા સરકારની યોજના બાળકો માટે લાભદાયી સાબિત થઈ છે જો કે મધ્યાન ભોજન યોજના સેન્ટ્રલાઈઝ કિચન માટે જમીન ફાળવવા જે તે જિલ્લાના જિલ્લા કક્ષાએ પરિપત્ર કર્યો છે જે યોજના ખાનગી એજન્સીને આપવા કાર્યવાહી થઈ રહી છે.
ગુજરાત રાજ્યમાં 96000થી વધુ કર્મચારીઓ ફરજ બજાવે છે, જેમાં ખાસ કરીને આદિવાસી વિધવા, ત્યાકતા જેવી 80% થી વધુ બહેનો છે, એનજીઓને આપવાથી તમામ કર્મચારીઓની રોજગારી છીનવાઈ જશે તેવો ડર સતાવી રહ્યો છે તેમજ સામાજિક સમાનતા ગ્રામીણ ક્ષેત્રમાં રોજગાર મળતો બંધ થાય તેવી સંભાવના વ્યક્ત થઈ રહી છે
પ્રાથમિક શાળામાં ગરીબ બાળકો અભ્યાસ ગુણવત્તાંયુક્ત પૌષ્ટિક ગરમ ભોજન પીરસાતું હતુ, જે ભોજન સમયસર સેન્ટ્રલાઈઝ કિચનથી પહોંચશે નહી જેથી મામલતદાર કચેરી ખાતે દક્ષિણ ગુજરાત MDM મંડળ ના પ્રમુખ બાબુભાઈ, તાલુકા MDM પ્રમુખ, તમામ સંચાલક મંડળ તથા રસોઈયા અને મદદનીશ તરફ થી NGO ના હુકમ ને રદ્દ કરતો પરિપત્ર મામલતદાર આપવામાં આવ્યો હતો. ઉમરપાડામાં સેન્ટ્રલ મધ્યાહન ભોજન યોજનાનો વિરોધ.




