નર્મદા

નર્મદામાં સંવિધાન દિવસે કોંગ્રેસી નેતાઓ દ્વારા પોસ્ટ મેટ્રીક શિષ્યવૃત્તિ રદ કરવાના નિર્ણય સામે વિરોધ દર્શાવ્યો

ગુજરાત સરકાર દ્વારા તાજેતરનામાં આદિવાસી વિદ્યાર્થીઓ માટેની પોસ્ટ મેટ્રીક શિષ્યવૃત્તિ રદ કરવાનો તઘલખી નિર્ણય કર્યો છે. આ નિર્ણયના વિરોધમાં નર્મદા જીલ્લા કોંગ્રેસ સંવિધાન દીવસે રાજપીપળા બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરી જ્યાં સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરી જીલ્લા કલેક્ટરને આવેદન આપ્યું હતું. આદિવાસી બાળકો માટે મેનેજમેન્ટ કોટામાં પ્રવેશ મેળવ્યા બાદ મળતી શિષ્યવૃત્તિને પુનઃ ચાલું કરવા માગ કરી નહીં તો કૉંગ્રેસ રાજ્ય વ્યાપી હડતાળ કરશેની ચીમકી આપી છે.

જિલ્લા કૉંગ્રેસ પ્રમુખ પ્રફુલ પટેલે જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીની ગરીબ આદિવાસી અને દલિત વિરુદ્ધની માનસિકતાનો વધુ એક પરચો તાજેતરમાં આપવામાં આવ્યો છે. આદિવાસી સમાજના બાળકો મેટ્રિક પછી વધારેમાં વધારે સારા કોર્સમાં અભ્યાસ કરી શકે તે માટે જ્યારે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી. ત્યારે 1 જુલાઈ 2010થી પોસ્ટ મેટ્રિક ફ્રી શિપ કાર્ડ શિષ્યવૃત્તિની યોજના બનાવવામાં આવી હતી. આ યોજના મુજબ કેન્દ્ર સરકાર 75% અને 25% રાજ્ય સરકારે ભોગવવાના અને યોજનામાંથી આદિવાસી સમાજના એટલે કે અનુસૂચિત જનજાતિ(ST)ના વિદ્યાર્થીઓ માટે મેટ્રિક પછી અભ્યાસમાં શિષ્યવૃત્તિની યોજના જાહેર કરવામાં આવી હતી.

આ યોજનાની એક મોટી બાબત એ હતી કે મેનેજમેન્ટ કોટામાં પણ આદિવાસી સમાજનો બાળક પ્રવેશ મેળવે તો તે શિષ્યવૃત્તિને હકદાર બને. આ યોજનાના કારણે ગુજરાત અને દેશના લાખો બાળકોને મેટ્રિક પછીના અભ્યાસમાં ખૂબ મોટી સહાય શિષ્યવૃત્તિ દ્વારા પ્રાપ્ત થઈ રહી હતી. ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રમાં અને ગુજરાતમાં રહેલી સરકારે આદિવાસી સમાજના બાળકોને મળતી આ શિષ્યવૃત્તિને બંધ કરીને આદિવાસી બાળકોને ખૂબ મોટો અન્યાય કરેલો છે.

ગુજરાત સરકારે તાજેતરમાં એક પરિપત્ર બહાર પાડીને હવે પછી કોઈપણ આદિવાસી બાળક (અનુસૂચિત જનજાતિનો વિદ્યાર્થી) મેટ્રિક પછી મેનેજમેન્ટ કોટામાં ઉપર પ્રવેશ મેળવે તો તેને શિષ્યવૃત્તિ નહીં આપવાનો નિર્ણય કર્યો છે. ગુજરાત સરકારના 28 ઓક્ટોબર, 2024ના રોજ જાહેર થયેલા પરિપત્રથી આખો સમાજ નારાજ છે. તો આ પરીપત્ર પાછો ખેંચી શિષ્યવૃત્તિ આપવાનું ચાલુ રાખે નહીતો ઉગ્ર આંદોલન રાજ્ય વ્યાપી થસે ભાજપ સરકાર બસ પોતાનાં તાયાફા બંધ કરે અને ભારતના ભવિષ્ય ને ભણવાની ઉજળી તકો આપે એવી માગ કરી છે.

Related Articles

Back to top button