બારડોલી

બારડોલીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા સંસદમાં બાબા સાહેબને લઈને કરવાના આવેલી અપમાનજનક ટિપ્પણીનો વિરોધ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા સંસદમાં ડૉ. બાબા સાહેબ આંબેડકરને લઈને કરવાના આવેલી અપમાનજનક ટિપ્પણીના વિરોધમાં બારડોલીના તલાવડી ખાતે આવેલી આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી વિરોધ પ્રદર્શન કરવાના આવ્યું હતું. સર્કિટહાઉસથી આંબેડકર પ્રતિમા સુધી રેલી કાઢી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.

થોડા દિવસ પૂર્વે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા સંસદ સભામાં બંધારણના ઘડવૈયા ડૉ. બાબા સાહેબ આંબેડકર વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરી હતી. આંબેડકરનું નામ લેવું ફેશન થઈ ગયું હોવાનું જણાવ્યું હતું. દેશની સંસદમાં દેશનું બંધારણ બનાવનાર સામે આ પ્રકારની ટિપ્પણીથી દેશભરમાં અમિત શાહના રાજીનામાની માગ ઉઠી હતી. ત્યારે આજરોજ બારડોલી ખાતે પણ આંબેડકર પ્રેમી આગેવાનોએ સ્વરાજ આશ્રમથી રેલી કાઢવાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ, તંત્ર દ્વારા રેલીની પરવાનગી આપવામાં આવી ન હતી. આથી આંબેડકર પ્રેમીઓએ તલાવડી મેદાનની સામે આવેલી આંબેડકર પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી હતી અને સૂત્રોચ્ચાર સાથે અમિત શાહના રાજીનામાની માગ કરી હતી.

આ પ્રસંગે અનુસૂચિતજાતિ અગ્રણી તરુણ વાઘેલાએ જણાવ્યું હતું કે, બારડોલી વિધાનસભા બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત છે. જે આંબેડકરના બંધારણને આભારી છે. તેમણે આક્ષેપ કર્યા હતા કે, આ બિનરાજકીય હોવા છતાં બારડોલીના ધારાસભ્યએ મિટિંગ કરી અહીં આવતા લોકોને રોક્યા હતા.

Related Articles

Back to top button