સુરેન્દ્રનગર

પાટડી દસાડા રોડ પર SMCના PSIનું અકસ્માતમાં મોત

બુટલેગર ભાગી ગયો

ગાંધીના ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ છે, પરંતુ તેમ છતાં રાજ્યમાં દારૂ વેચાય છે અને પીવાય છે. લગભગ દર બીજા દિવસે રાજ્યની પોલીસ દારૂનો જથ્થો અને બુટલેગરોને પકડતી હોય છે, તેમ છતાં આ દૂષણ પર સંપૂર્ણપણે કાબુ મેળવવામાં રાજ્યની પોલીસ નિષ્ફળ રહી છે.

હવે તો દારૂ માફિયાઓ એટલા બેફામ બન્યા છે કે તેઓ પોલીસને પણ ગાંઠતા નથી. આ દારૂના દૂષણને નાબૂદ કરવા SMCની ટીમ રાજ્યમાં સક્રિય છે, ત્યારે તા. 5 નવેમ્બર 2024ના રોજ બુટલેગરને પકડવા જતા રાજ્યના એક બાહોશ પોલીસ અધિકારીએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

  • પાટડી દસાડા રોડ પર SMCના PSIનું અકસ્માતમાં મોત
  • PSI જે. એમ. પઠાણને ટ્રકની ટક્કર વાગતાં મોત નીપજ્યું
  • દારૂ ભરેલી કાર પકડવા જતા સર્જાયો ગમખ્વાર અકસ્માત
  • PSI ટીમ અને પંચોને લઈને નીકળ્યા હતા
  • SMC બે કોન્સ્ટેબલને અકસ્માતમાં પહોંચી ઇજા

SMC ટીમના પી.એસ.આઇ જે એમ પઠાણનું બુટલેગરને પકડવા જતા આજે તા. 5 /11/2024 ના કલાક 2.30 વાગે દસાડા થી પાટડી રોડ ઉપર કઠાડા ગામ પાસે આકસ્મિક મોત થયું છે. આ ઘટનાની વિગત એવી છે કે એસએમસીની ટીમ ને બાતમી મળી હતી કે, દારૂ ભરેલી ક્રેટા કાર દસાડા પાટડી રોડ પરથી પસાર થવાની છે.

આથી PSI જે.એમ. પઠાણ સહિત SMCની ટીમ કઠાડા ગામથી આગળ વળાંક ઉપર રોડ બ્લોક કરીને ઉભી હતી. દરમિયાન પાટડી તરફથી ક્રેટા કાર આવી હતી. તેને પકડવા પઠાણ અને SMCની ટીમ એલર્ટ થઈ હત. દરમિયાન ક્રેટા કારની બાજુમાંથી ટ્રેલર દોડી રહ્યું હતું. કારને રોકવાનો પ્રયાસ પોલીસે કર્યો પરંતુ ટ્રેલર અને ક્રેટા બંને રોકાયા નહોતા.

બંને વાહનોના ડ્રાઈવરે પોતાના વાહનો સ્પીડમાં દોડાવ્યે રાખ્યા હતા. આ વખતે ટ્રેલરના પાછળના ભાગે SMCની ફોર્ચ્યુનર ગાડી આવતી હતી તેમની લાઈટ જોઈ SMCના PSI બચવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે તેમની કાર ટ્રેલરના પાછળના ભાગે અથડાઈ હતી. ટક્કરના લીધે SMCની ટીમનો પોલીસ હેડ કોન્સ્ટેબલ રોડની ડાબી બાજુ ફંટાઈ ગયો હતો. ક્રેટા ગાડી ને રોકવા જતા વચ્ચે ટ્રેલર આવી જતા ક્રેટા ટ્રેલરની જમણી બાજુમાંથી નીકળી ગઈ હતી. જ્યારે ટ્રેલર અને ફોર્ચુનરના લાઈટના અજવાળામાં PSI પઠાણ ટેલરની પાછળના ભાગે અથડાઈ ગયા હતા.

આ અકસ્માતમાં પઠાણને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી. તેથી પહેલાં તેઓને દસાડા PHC સેન્ટર ઉપર ત્યારબાદ વિરમગામ સરકારી દવાખાને લઈ જવામાં આવ્યા હતા, પરંતુ તેમને બચાવી શકાયા નહોતા. તેમનું નિધન થયું હતું. દસાડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે

Back to top button