વઘઇ APMCમાં જાહેર શૌચાલય અને પરિસરમાં માઝા મુકતી ગંદકી

ડાંગના વેપારી મથક ગણાતા વઘઇમાં આવેલ ખેતીવાડી ઉત્તપન્ન બજાર સમિતિમાં બનાવેલ જાહેર શૌચાલય સહિત પરિસરમાં ગંદકીએ માઝા મુક્તા આદિવાસી ખેડૂતો સહિત ગ્રાહકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાની નોબત ઉભી થઈ છે મળતી માહિતી મુજબ ડાંગ જિલ્લાના એકમાત્ર APMC સેન્ટરમાં છેલ્લા કેટલાક સમયથી ગંદકીના કારણે મચ્છરના ઉપદ્રવ સાથે ખેડૂતોમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત વર્તાઈ રહી છે. APMCના ચેરમેન સહિત સંચાલકો દ્વારા પરિસરની યોગ્ય જાળવણી નહીં રાખતા કચરાથી પરિસર ખદબદી ઉઠ્યો છે તેમજ આદિવાસી ખેડૂતો કે ગ્રાહકો કામકાજ અર્થે આવતા હોય શૌચાલયમાં પણ માથું ફાડી નાખે તેવી દુર્ગંધથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વઘઇમાં અંતરિયાળ વિસ્તારના ખેડૂતો પોતાના ખેતરના પાકો સહિત વિવિધ કામકાજ અર્થે એપીએમસી બજારમાં આવતા હોય ગંદકીના સામ્રાજ્યથી એપીએમસી નો વહીવટ ખાડે ગયો હોવાનો અહેસાસ ખેડૂતો કરી રહ્યા છે તેવામાં APCN સંચાલકો, ખેડૂતો – ગ્રાહકોના હિતમાં એપીએમસી પરિસર સાથે શૌચાલયની સ્વચ્છતા માટે આળસ ખંખેરી યોગ્ય કામગીરી હાથ ધરે તે જરૂરી બન્યું. { શૌચાયલયમાં ગંદકી.




