માંડવી

રૂપણ ગામથી ઘંટોલી ગામ ફળિયાને જોડતો રોડ બનાવવામાં ભ્રષ્ટાચાર ના ખાબોચિયા છલકાયા.

માંડવી તાલુકાના રૂપણ ગામથી ઘંટોલી ગામ ફળિયા જોડતો રોડ જીગર નટવરલાલ પટેલ વલસાડ તરફથી બનાવવામાં આવ્યો હતો. જે રસ્તા નું કામ તારીખ : 16/05/2024 સુધીમાં પૂર્ણ કરવાનું હતું પરંતુ તે રસ્તાનું કામ જૂન મહિનામાં પૂર્ણ કરેલ છે.

હકીકત એવી છે. કે, રૂપણ ગામથી ઘંટોલી ગામ ફળિયા જોડરો રોડ બનાવવાનું કામ અધૂરું છોડવામાં આવ્યું છે. જે રસ્તો બનાવવા ગેરરીતી આચારી છે. જે રસ્તામાં 100mm Thichk Hard Morrum s.s જે મટેરિયલ સાઈડ માં નાખવાનું હોય તે નાખેલ નથી. તેમજ 150mm Thichk GSB -2, 100mm Thichk WBM-1, 150mm Thichk WBM -2(75×2)Layer જે રસ્તાની પહોળાઈ કરતા નીચેના ભાગે પહોળાઈ વાપરવાની હતી જે વાપરવામાં આવી નથી.

આમ, આ જીગર નટવરલાલ પટેલ વલસાડની એજન્સીએ ખૂબ જ ગંભીર ગુનો આચારેલ છે. તેમણે ભ્રષ્ટાચાર કરવા ઈરાદાપૂર્વક ડામર રસ્તાની સાઈડમાં ઉપર તેમજ નીચેના ભાગે WBM -1, GSB-2, Hard Morrum S.S, વાપરી રસ્તો પહોળો કરેલ નથી. રસ્તો ફક્ત ડામર રસ્તાની જગ્યા પૂરતો બનાવવામાં આવેલ છે. જેથી નાયબ કાર્યપાલકશ્રી પંચાયત (મા × મ) પેટા વિભાગ, માંડવી. તરફથી આ બનેલ રસ્તા પર જો પૂરતા સમયમાં મોનિટરિંગ રાખી રસ્તા પર જો ધ્યાન આપ્યું હોત તો, રસ્તામાં આવી કામગીરી ન થાત. પરંતુ આ એજન્સી તરફથી બનાવવામાં આવેલ રસ્તામાં ખૂબ જ ગેરરિતી વાપરી કામગીરી કરવામાં આવી છે. ત્યારે સ્થાનિક લોકોની માંગ ઉઠવા પામી છે. કે, રોડની સાઈડમાં સાઈડ શોલ્ડર માં ગેરરિતી કરવામાં આવી હોય. ત્યારે તાકીદે ડામર રોડ ની જગ્યા સિવાય રોડની બાજુમાં 100 mm thick hard morrum S.S, 150 mm thick GSB-2 પુરાણ કામ કરવામાં આવે તેમ જ એન્ટીકરપ્શન બ્યુરો બ્યુરો અમદાવાદ તરફથી પણ આ નકશા ડિઝાઇન ને ધ્યાને લઈ કરવામાં આવેલ કામગીરીને લઈ બીલો તપાસ કરાવવામાં આવે તેવી લોકોની માંગ ઉઠવા પામી છે.

સદર રસ્તાની પૂર્વ સાઈડમાં લોકોની જાનહાની ન થાય, કે કોઈ અકસ્માત ન સર્જાય તે પહેલા માર્ગ મકાન વિભાગ તરફથી પ્રોટકશન એંગલ મુકવાની મંજૂરી મેળવી પ્રોડક્શન એન્ગલ મુકાય તે જરૂરી છે.

Related Articles

Back to top button