તાપી

વ્યારા ખાતે રેલવેનો ડબ્બો પાટા પરથી ઉતરી પડ્યો

તાપી જિલ્લાના વ્યારાથી પસાર થતી રેલવે લાઈન પર મેટલ(કપચી) ખાલી કરતી ટ્રેનનો એક ડબ્બો પાટા પરથી ઉતરી પડ્યો હતો. ત્યારે વ્યારા ખાતે રેલવે ટ્રેક પરથી ઉતરેલા માલગાડીના ડબ્બાને કલાકોની જહેમદ બાદ ફરી રેલવે ટ્રેક પર ચઢવાયો છે. ત્યારે રેલવે વ્યવહાર શરૂ થવાની સંભાવના છે.

મળતી માહિતી મુજબ, વ્યારાથી પસાર થતી રેલવે લાઈન પર મેટલ(કપચી) ખાલી કરતી ટ્રેનનો એક ડબ્બો આજે બપોરે અંદાજિત બપોરે 2-3 કલાક આસપાસમાં પાટા પરથી ઉતરી પડ્યો હતો. અકસ્માતે પાટા પરથી ઉતરી જતાં રેલવે વિભાગ ઘટનાસ્થળે પહોંચી ગયું હતું. જેમાં યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી હતી. સુરત અને બીજા સ્ટેશનોના અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી કલાકો સુધીની જહેમતે રેલવેના ડબ્બાને ફરી પાટા પર ચડવામાં આવ્યો હતો.

જોકે, આ બનાવને લઇ રેલવે અને તાપી પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. જોકે ઘટના અકસ્માતે બની હોવાનું બહાર આવ્યું હતું. જેથી રેલવે વિભાગે રાહત અનુભવી હતી. આ બનાવને લઈ નંદુરબારથી બોરીવલી જતી ટ્રેન અને નંદુરબારથી સુરત જતી મેમુ ટ્રેનને અસર થઈ હતી. ત્યારે રેલવે વિભાગના અધિકારીઓ દ્વારા કલાકોની મહેનત બાદ રેલવેના ડબ્બાને ફરી પાટા પર ચડાવીને ટ્રેનને રવાના કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.

Related Articles

Back to top button