ડાંગ
ડાંગની 4 દુધ ઉત્પાદક સહકારી મંડળીઓની નોંધણી રદ કરાઇ

ડાંગના મદદનીશ જિલ્લા રજીસ્ટ્રાર એચ.ડી.કાછડ તરફથી મળેલી અખબારી યાદીમા જણાવ્યા અનુસાર, સુબિર તાલુકાની (1) મહિલા સંચાલિત મહાલ દુધ ઉત્પાદક સહકારી મંડળી લી., (2) ઝરી દુધ ઉત્પાદક સહકારી મંડળી લી., (3) સાતબાબલા દુધ ઉત્પાદક સહકારી મંડળી લી., તથા (4) ભોંડવિહિર દુધ ઉત્પાદક સહકારી મંડળી લી.ની નોંધણી રદ થવા પામી છે. ડાંગ જિલ્લાના સુબિર તાલુકાની આ 4 દુધ ઉત્પાદક સહકારી મંડળીઓને ફડચામા લઈ જવાનો અંતિમ હુકમ, તથા ફડચા અધિકારીના અભિપ્રાય મુજબ ફડચાનુ કામ પુર્ણ થયેથી, આ મંડળીની નોંધણી રદ્દ કરવામા આવી છે.




