નિઝર, કુકરમુંડામાં મધ્યાહન ભોજન યોજનાના સંચાલકો દ્વારા સેન્ટ્રલાઈઝ મધ્યાહન ભોજન કિચનનો વિરોધ

નિઝર અને કુકરમુંડા તાલુકામાં મધ્યાહન ભોજન યોજનાને સેન્ટ્રલાઇઝ કિચન દ્વારા ખાનગી સંસ્થાઓને ન સોંપવા બાબતે ગત રોજ મધ્યાહન ભોજન યોજનાના સંચાલકો દ્વારા મામલતદાર મારફતે મુખ્યમંત્રી ને આવેદન પત્ર આપવામાં આવ્યું છે. જેમાં જણાવ્યા મુજબ મધ્યાહન ભોજન યોજના ખાનગી સંસ્થાઓને સોંપવા આવે તો સેન્ટ્રલાઈઝ કિચનથી એક જ જગ્યાએ રસોડું બનાવવાથી બાળકોને ગરમા-ગરમ તેમજ ગુણવત્તા અને પોષણ યુક્ત ભોજન નહી મળશે. સેન્ટ્રલાઈઝ કીચનથી મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્ર ઘણા જ ઊંડાણ, અને જંગલ વિસ્તારમાં હોય, ભારે વરસાદના કારણે ઘણા દિવસો સુધી રસ્તાઓ બંધ થઈ જાય, ગુજરાત રાજયમાં 96 હજારથી વધુ કર્મચારીઓ મધ્યાહન ભોજન યોજનામાં ફરજ બજાવે છે. જેમાં આદિવાસી વિધવા, ત્યક્તા, જેવી 80% થી વધુ બહેનો ફરજ સમાવેશ થાય છે. ખાનગી સંસ્થાઓ (NGO)ને સોંપવાથી મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓની રોજગારી છીનવાઈ જશે. મધ્યાહન ભોજન યોજનામાં પ્રાથમિક શાળામાં આદિવાસી મહત્તમ ગરીબ બાળકોને પ્રાથમિક શાળામાં આદિવાસી મહત્તમ ગરીબ બાળકોને મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓએ ગુણવત્તા યુક્ત પૌષ્ટિક ગરમા-ગરમ ભોજન આજદિન સુધી પુરૂં પાડતા આવેલ છે. ખાનગી સંસ્થાઓને સોંપવામાં આવશે તો બાળકોને સમયસર અને ગરમા-ગરમ પૌષ્ટિ ભોજન મળશે નહી, જેની સીધી અસર બાળકો પર પડશે. મધ્યાહન ભોજન યોજનાને ખાનગી સંસ્થાઓને નહી સોંપવા આવેદન.




