માંડવી

માંડવી નગરને અડીને આવેલ જેપી નગર સોસાયટીમાં ઘણા સમયથી આંતરિક રસ્તાઓથી લઈ ગટર સુવિધા અંગે બૂમરાણ

માંડવી નગરને અડીને આવેલ જેપી નગર સોસાયટીમાં ઘણા સમયથી આંતરિક રસ્તાઓથી લઈ ગટર સુવિધા અંગે બૂમરાણ મચી હતી. જેને લઈને જેપી નગર સોસાયટીના રહેશો લેખિતમાં રજૂઆત લઈ રૂપણ પંચાયત કચેરી જઈ તલાટીને સોસાયટીની સુવિધા વધારવા રજૂઆત કરી હતી.

માંડવી નગરને અડીને અને રૂપણ ગામની સીમમાં જેપી નગર સોસાયટીમાં અનેક મકાનો તથા હોસ્પિટલ પણ છે પરંતુ ગટર રસ્તાની સુવિધાઓ બાબતે તંત્ર નિષ્ક્રિય હોવાનું જણાઈ રહ્યું છે વારંવારની રજૂઆત પછી પણ કોઈ ઉકેલ ન આવતા જેપી નગરના રહીશો રૂપણ ગ્રામ પંચાયત પર પહોંચી તલાટીને લેખિત રજૂઆત કરતા જણાવ્યું હતું કે સોસાયટીમાં પાણીના નિકાલની ગટરમાંથી ગંદા પાણીનો નિકાલ થતો નથી સત્વરે ગંદા પાણીનો યોગ્ય નિકાલ થાય તથા સોસાયટીના મુખ્ય રસ્તામાં મોટા ખાડાઓ પડી જતા ચોમાસા દરમિયાન પાણી ભરાઈ રહેતા રોગચાળો ફેલાવાની પણ દહેશત છે. જેથી ગંદા પાણીના નિકાલ સાથે સોસાયટીના આંતરિક માર્ગ પર પથરાયેલા ખાદવ કિચડને દૂર કરી માર્ગની મરામત તાત્કાલિક ધોરણે થાય એવી માંગ કરી હતી ગ્રામ પંચાયતને લેખિતમાં રજૂઆત કર્યા બાદ ટીડીઓને પણ અંગેની જાણ કરી કાર્યવાહી માટે રજૂઆતો કરી હતી.

Related Articles

Back to top button