વ્યારાના રૂપવાળા ગામે સરપંચે વગર પરવાનગીએ વૃક્ષો કાપી નાખતાં ગ્રામજનો સહિત ડેપ્યુટી સરપંચે તાલુકા કક્ષાએ આવેધન આપ્યું

તાપી જિલ્લાના રૂપવાળા ગામે ગામના જ સરપંચ દ્વારા ગામની પડતર જમીનમાં ઊંગેલા ઝાડોનું નિકંદન કરી તેને કોઈપણ જાતના ઠરાવ વગર બારોબાર વેચાણ કરી ગામવાસીઓ સાથે અન્યાય કર્યો હોવાની ફરિયાદ લઈને ગામના ડેપ્યુટી સરપંચની આગેવાનીમાં ગામલોકો વ્યારા તાલુકા પંચાયત કચેરીએ પહોંચી રજૂઆત કરી હતી.
વ્યારા તાલુકાના રૂપવાળા ગામે સરકારી પડતર જમીનમાં ઊંગેલા બાવળ જેવા ઝાડો કાપી ત્યાં ગામના યુવાનો માટે મેદાન બનાવવાની વાતો કરી આશરે દોઢ વર્ષ પહેલાં ગામના જ સરપંચ દ્વારા આ કૃત્ય કર્યો હોવાનો આક્ષેપ ગામના ડેપ્યુટી સરપંચ સહિત ગામના યુવાનોએ કર્યો છે.
આ સમગ્ર બાબતે કોઈપણ જાતનો ઠરાવ કરવામાં આવ્યો નથી, આ અંગે જાગૃત નાગરિક દ્વારા આરટીઆઇ દ્વારા મંગવામાં આવેલી માહિતીમાં ગામમાં કોઈપણ પ્રકારના મેદાન અંગે મંજૂરી મળી નથી, સાથે ઝાડ કાપવા અંગે પરવાનગી પણ મેળવી નથી, તો આવું કૃત્ય ખુદ ગામના સરપંચ દ્વારા કેમ કરાયું? જેવા અનેક પ્રશ્નો સાથે ગામલોકોએ સરપંચને પૂછતાં તેમણે સંતોષકારક જવાબ દોઢ વર્ષ વીતવા છતાં ન આપતાં ગામના ડેપ્યુટી સરપંચ અને ગામવાસીઓ વ્યારા ડીડીઓ કચેરીએ ફરિયાદ લઈને પહોંચ્યા હતા.



