નર્મદા

સેલંબા ગ્રા.પં.માં મહિલા સરપંચ અને સભ્યો વચ્ચે ચાલતો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો

કામોના મામલે ડેપ્યુટી સરપંચ સહિત 3 સભ્યોના રાજીનામા

સેલંબા ગ્રુપ ગ્રામ પંચાયતમાં સરપંચ- ઉપસરપંચ વચ્ચેનો વિવાદ ચરમસીમાએ પહોંચી ગયો છે. નર્મદા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ચંદ્રકાંત લુહારે સેલંબાના ડેપ્યુટી સરપંચ પદેથી રાજીનામું આપી દીધું હતું. તેમના રાજીનામાના ગણતરીના કલાકોમાં જ 2 સભ્યો અમિત વાળંદ (સુર્યવંશી) અને પંકજ આહિરેએ પણ રાજીનામા ધરી દેતા સરપંચ- ઉપસરપંચ વચ્ચેનો વિવાદ હવે સપાટી પર આવ્યો છે.

રાજીનામાંને પગલે સાગબારા અને સેલંબા ભાજપમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિનુ નિર્માણ થયું છે.કારણ કે આ રાજીનામાં આપનાર એક સભ્ય અમીત વાળંદ ( સુર્યવંશી) સાગબારા મંડળ ભાજપ મહામંત્રી અને પંકજ આહિરે સાગબારા મંડળ ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના અઘ્યક્ષ છે. ઉપ સરપંચ ચંદ્રકાંત લુહારે સરપંચ સાથે વિકાસના કામો બાબતે વિવાદ થતા રાજીનામું આપ્યું હોવાનુ ચર્ચાઈ રહ્યું છે.

ગ્રામ પંચાયતમાં મંગળવારે સામાન્ય સભા હતી તો બીજી બાજુ બે સભ્યોએ સભ્ય પદેથી રાજીનામું આપી દીધું હતું.જો કે આ બાબતે સેલંબા ગ્રુપ ગ્રામ પંચાયતના તલાટી જગદીશ જાદવે જણાવ્યું હતું કે અમને સરપંચે રાજીનામા સ્વીકારવાની ના પાડી એટલે કોઈના રાજીનામા સ્વીકાર્યા નથી. પંકજ આહિરેએ જણાવ્યું હતું કે સરપંચ અને ઉપસરપંચના વિવાદને લીધે અમારા વોર્ડના કામ થતા નથી એટલે રાજીનામું આપ્યું છે.

Related Articles

Back to top button