નવસારી

વાંસદા ટ્રાયબલ કચેરી ખાતે નવા આયોજન માટે અમલીકરણ અધિકારીઓ અને મંડળના સભ્યોની મિટિંગ સંપન્ન

બેઠકમાં જવાબદાર અધિકારીઓ ગેરહાજર

વાંસદા તાલુકા સેવા સદનમાં આદિજાતિ તાલુકા મંડળ સમિતિની બેઠકમાં તાલુકાના જવાબદાર અધિકારીઓ ગેરહાજર રહ્યા હતા. વાંસદા ટ્રાયબલ કચેરીના નવા આયોજન માટે અમલીકરણ અધિકારીઓ અને મંડળના સભ્યોની મિટિંગ સંપન્ન થઇ હતી. વાંસદા તાલુકામાં જિલ્લાની એકમાત્ર ટ્રાયબલ કચેરીની ઓફિસ આવેલી છે.

આદિજાતિ તાલુકા મંડળની સમિતિ બેઠક તાલુકા સેવા સદનમાં અમલીકરણ અધિકારીઓ, મંડળના સભ્યો અને જિલ્લા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓની હાજરીમાં યોજાઈ હતી. જેમાં તાલુકાના જવાબદાર અધિકારીઓ ગેરહાજર રહ્યાં હતા. આ મિટિંગ વર્ષ 2024-25ના નવા કામોના માર્ગદર્શન અને આયોજન માટે મળી હતી. જેના જિલ્લા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને અધિકારીઓની હાજરીમાં યોજાઈ હતી. આ મિટિંગમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને મંડળીના સભ્યોએ રજૂઆતો કરી હતી. જેમાં જંગલ ખાતાની જમીનવિહોણા ખેડૂતોની 15 વર્ષથી પડતર કેસનો નિકાલ કરવા, પશુપાલન માટે પૂરી સગવડ પાડવી જેવી કે કેટલ શેડ,ગાયની લોન, ખેડૂતોને કૃષિ લગતી સહાય મળે તે માટે લોકફાળો લેતા હોય છે જેની સહીસિક્કાવાળી રસીદ આપવી, ખેડૂતોને ચણા વિતરણમાં 50 ટકા ખેડૂતોને લાભ મળ્યો છે બાકીનાને મળ્યો નથી. જેથી તમામ ખેડૂતોને લાભ મળવો જોઈએ, વર્ષ 2023-24નો હિસાબ કિતાબ મળ્યો નથી, જેની જાણકારી અપાઇ ન હોવાની રજૂઆત થઇ હતી.

તાલુકાના અમુક ગામોમાં જ ટ્રાયબલના કામો મળ્યા છે પરંતુ તમામ ગામોને આવરી લેવાની રજૂઆત થઈ હતી. એજેન્ડા પણ મળતા નથી જે કાર્યસૂચિ સાથે મળવા જોઇએ, બાંકડા માટે દરેક સભ્યોને વિસ્તાર વાઇઝ મળવા જોઈએ, તાલુકામાં જંગલની જમીનમાં ખોદેલા કૂવાનું પેમેન્ટ બાકી છે, વારંવાર રજૂઆત બાદ પણ ખેડૂતોને પેમેન્ટ ચૂકવાયું ન હોવાની રજૂઆત કરાઇ હતી.

Related Articles

Back to top button