માંડવી બસ સ્ટેશનથી પોલીસ સ્ટેશન સુધીના રસ્તા પર પથ્થરના ડસ્ટની ડમરીઓ ઉડવાના કારણે આરોગ્યની દ્રષ્ટિએ હાનિકારક; જવાબદાર તંત્ર ઘોર ઊંઘમાં…

માંડવી બસ સ્ટેશનથી માંડવી પોલીસ સ્ટેશન સુધીના નવા રસ્તાનું નિર્માણ ભાજપ શાસન દરમિયાન થયેલ વિકાસના ઉમદા ઉદાહરણ રૂપે જોવા મળ્યું છે. આ માર્ગ ઉપર બસ સ્ટેશનથી કચેરી તરફ જનાર સર્વ સામાન્ય જનતા માટે સુવિધા આપતો ડામર માર્ગ નિર્મિત થયો છે.
હાલમાં, આ માર્ગ પરની ધૂળની સમસ્યા અત્યંત ગંભીર બનતી જાય છે. વાહન ચાલકો અને કચેરી તરફ જનાર સામાન્ય લોકો માટે ધૂળની ડમરીઓ આંખોમાં પ્રવેશ કરે છે, જેનાથી સ્વાસ્થ્ય માટે હાનિકારક પરિસ્થિતિ ઊભી થાય છે.
પ્રાપ્ત માહિતી મુજબ આ માર્ગની બાજુમાં તાલુકાની સૌથી મોટી શાળા અને મહાવિદ્યાલય આવેલી છે. દૂરથી ભણવા આવતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓના આરોગ્ય માટે પણ આ પરિસ્થિતિ જોખમરૂપ છે. સાથે સાથે ધૂળના રજકણોના કારણે વાહન ચાલકો માટે અકસ્માત થવાની શક્યતા વધી રહી છે.
આથી, પ્રજાના આરોગ્ય અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને નગરપાલિકાએ તાત્કાલિક આ માર્ગોની સફાઈ માટે પગલાં લેવાની જરૂરત છે. તેમજ માર્ગ પર ઉડતી ધૂળના નિયંત્રણ માટે રોડ ક્લીનિંગ રસ્તા સાફ સફાઈ) મશીનોની વ્યવસ્થા કરવામાં આવે. અને મકાન સહિત આસપાસના વિસ્તારને નિયમિત પાણીનો છંટકાવ કરીને ધૂળ નિયંત્રિત કરવામાં આવે. તથા વાહન વ્યવહાર માટે સચોટ ગતિ નિયંત્રણ રાખવામાં કાયદો વ્યવસ્થા જળવાય.
આ બાબતે માંડવી નગરપાલિકા તરત જ પગલાં લે અને પ્રજાના આરોગ્ય માટે ઉત્તમ નિર્ણય લઇને કામ કરીને જનહિતમાં પોતાનું યોગદાન આપે તેમજ પથ્થરના ડસ્ટર ની ડમરીઓથી વાહન ચાલકો ટુવ્હિલ કે ફોર વહીલ ક્યારેક અકસ્માતના ભોગ ન બને તેમજ પથ્થરના ડસ્ટ ની ડમરીઓને લઈ રાહદારીઓના આરોગ્ય સાથે થતા ચેડા ને લઈ રસ્તો બનાવનાર એજન્સી સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવે. તેવી લોક માંગ ઉઠવા પામી છે.




