નર્મદા
સાગબારના બર્કતુરા પ્રા.શાળામાં ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન યોજાયું

બાળ માનસમાં વૈજ્ઞાનિક અભિગમ વિકસે અને અંધશ્રદ્ધા દૂર થાય એવા ઉમદા આશયથી દર વર્ષે GCERT પ્રેરિત અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન નર્મદાદ્વારા આયોજિત ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન યોજવામાં આવે છે.આ વર્ષનું ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન પ્રા.શા.બર્કતુરામાં યોજાયું, જેમાં ધવલીવેર ક્લસ્ટરની તમામ શાળાઓએ ભાગ લીધો હતો.વિજ્ઞાન મેળાનું સમગ્ર આયોજન શાળાના આચાર્ય અજીતભાઇએ સંભાળ્યું હતું. કાર્યક્રમની રૂપરેખા અને વિસ્તૃત સમજ શાળાના શિક્ષક ગોપાલભાઈએ આપી હતી.




