સાગબારા પોલીસે કુંવર ખાડી પાસે વોચ ગોઠવી વિદેશી દારૂ સાથે બે ઇસમોને પકડી પાડ્યા

ડેડીયાપાડા તથા સાગબારા પોલીસ સ્ટાફના માણસો કુંવર ખાડી ચેકપોસ્ટ બનાવી બાતમીના આધારે વાહન ચેકીંગ કરતા હતા. તે દરમિયાન મહારાષ્ટ્ર તરફથી એક મોટરસાયકલ ઉપર બે ઇસમો એક કંતાનના કોથળામાં ગેર કાયદેસર વગર પાસ પરમીટનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ લઈને આવતા ઝડપાયા હતા.
અલગ-અલગ બ્રાંડની દારૂની તથા બીયર બોટલો તથા બીયર ટીન કુલ બોટલો નંગ-284 અને મોટરસાયકલ મળી કુલ 53,400નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. સાગબારાના દેવમોગરા ગામના વિરલ ગોવિદ વસાવાને દારૂની ડિલિવરી આપવા જતા હતા. જેમાં અક્કલ કૂવા તીન ખુનીયાના ભાવદિપ દિલવરસીંગ વસાવા અને સાગબારાના ગુંદવણ ગામના શિવરામ કુવરસીંગ વસાવાને પકડી પાડી સાગબારા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આ ગુનામાં ભાવદિપ દિલવરસીંગ વસાવા અને શિવરામ કુવરસીંગ વસાવાને પોલીસે ઝડપી પાડ્યા હતા. જ્યારે દેવમોગરાના વિરલ ગોવિદભાઇ વસાવા ભાગી ગયો હતો. જેને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી હતી.





