સાગબારામાં મોબાઇલમાં એપ્લિકેશન ડાઉનલોડ કરાવીને છેતરપિંડી કરતાં ફરિયાદ

સાગબારાના ખોપી ગામે રહેતા વિશ્વનાથ વસાવાનાઓએ આપેલ ફરિયાદ મુજબ તેઓ રુપિયાનું યોગ્ય રોકાણ કરવા માટે યુટ્યુબ એપ્લિકેશન ખોલી અલગ અલગ વિડીયો જોતા હતા તે વખતે યુટ્યુબના એક વિડીયોમાં એએસસી એપ્લિકેશનમાં રૂપિયાનું રોકાણ કરવાથી થોડા દીવસોમા સારા રીટર્ન મેળવી શકો તેવી એડ વાળી માછલીને લગતી અલગ-અલગ પ્રોડક્ટ મુકવામાં આવેલ, જે યુટ્યુબમાં એડ જોઈ તેમણે પોતાના મોબાઈલમાં એપ્લિકેશન ઇન્સ્ટોલ કરતાની સાથે એક અજાણ્યા વોટસએપ ગ્રુપમાં એડ થતા વોટ્સએપ ગૃપના ગ્રુપ એડમીન તરીકે અજાણી વ્યક્તિ કે જેનું વોટ્સએપમાં નામ જેનો વોટ્સએપ નંબર તથા વોટ્સએપમાં દર્શાવેલ નામ જેનો વોટ્સએપ નંબર તથા વોટ્સએપમાં દર્શાવેલ નામ જેનો વોટ્સએપ નંબર ના વોટસએપ ધારકે વોટ્સએપ ગ્રુપના અન્ય ગ્રુપ એડમિન તરીકેની અજાણી વ્યક્તિ દ્વારા વોટસએપ અને એપ્લિકેશનના માધ્યમથી ખોટી ઓળખ આપી એકબીજાના સહયોગથી પૂર્વ આયોજીત ગુનાહિત કાવતરૂ રચી નામની એપ્લિકેશનમાં લોગ-ઇન કરાવી તેમાં અલગ અલગ પ્રોડક્ટમાં રોકાણ કરાવી મોટી રકમનો નફો મેળવવાની લોભામણી લાલચ આપી વિશ્વાસમાં લઇ અલગ અલગ રકમની ચુકવણી કરાવી ત્યારબાદ 3 સપ્ટેમ્બર 24ના રોજ આ એપ્લિકેશન બંધ કરી દઇ અલગ-અલગ સમયે કુલ રૂપિયા 3,86,599 જમા કરાવડાવી છેતરપિંડી કરતા સાયબર ક્રાઈમ પો.સ્ટે, રાજપીપળા એ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.




