ઉમરપાડા

સુરતના ઉમરપાડા તાલુકાના સટવાણ ગામે ભૂકંપના હળવા આચંકાનો અનુભવ

સુરત ઉમરપાડાના સટવાણ ગામે ભૂકંપના હળવા આચંકાનો અનુભવ લોકોને થયો હતો. જો કે સદનસીબે કોઈ જાનહાનિના કે નુકસાનીના સમાચાર સામે આવ્યા નથી આ મામલે તંત્રને જાણ કરવામાં આવી હતી.

સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના સટવાણ ગામે હળવા ભૂકંપના આચંકાનો અનુભવ થયો હતો. ગત દિવસોમાં સવારે 6.04 વાગ્યે ભૂકંપના આચંકાનો અનુભવ લોકોએ કર્યો હતો. ઘરમાં વાંસણો ખખડતા લોકોને આચંકાનો અનુભવ થયો હતો. જો કે સદનસીબે કોઈ જાનહાનિ કે નુકસાની થવા પામી ના હતી. આ મામલે તંત્રને જાણ કરવામાં આવી છે.

સટવાણ ગામના તલાટી કમ મંત્રી સતીષભાઈ ગામીતએ જણાવ્યું હતું કે, આજે સટવાણ ગામે ગત દિવસોમાં સવારે 6.04 કલાકે હળવા ભૂકંપના આચંકાનો અનુભવ થયો હતો. જેની જાણ અમને સ્થાનિકો અને સરપંચ દ્વારા થઇ હતી. જે અંગેનો રીપોર્ટ અમે ઉપલી કક્ષાએ તાલુકા વિકાસ અધિકારી અને મામલતદારને મોકલી આપ્યો છે. ભૂંકપના કારણે કોઈપણ નુકસાની કે જાનહાનિ થઇ નથી.

ઉમરપાડા તાલુકાના બીજેપીના મહામંત્રી અમિષ વસાવાએ જણાવ્યું હતું કે, ગત દિવસોમાં સવારે ઉમરપાડા તાલુકામાં સટવાણ ગામે અને આજુબાજુના 4થી 5 ગામોમાં ભૂકંપના આચંકા સવારે 6.04 મિનિટે અનુભવાયા હતા. ગામના આગેવાનો મામલતદાર અને તલાટી સાથે ચર્ચા કરતા અને ટેલીફોનીક વાત કરતા કોઈ નુકશાની કે જાનહાનિ થઇ નથી. ઉમરપાડા તાલુકામાં ભૂકંપના આચંકા અંગે અધિકારીઓને પણ અમે જાણ કરી હતી.

Related Articles

Back to top button