સૌરાષ્ટ્ર યુનિ.એ PhDની ફીમાં કર્યો વધારો, વિદ્યાર્થીઓને ફટકો પડતા કોંગ્રેસ મેદાને
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હવે પીએચડી કરવું મોંઘું થશે. યુનિવર્સિટી દ્વારા ફી માં વધારો કરાતા વિદ્યાર્થીઓ હવે મૂંઝવણમાં મૂકાયા છે. ત્યારે કોંગ્રેસ દ્વારા ચીમકી ઉચ્ચારી છે કે યુનિવર્સિટી ફી વધારો પરત નહી ખેંચે તો કોંગ્રેસ ઘેરાવ કરશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હવે પીએચડી કરવું મોંઘું બનશે. યુનિવર્સિટી દ્વારા પીએચડી રજીસ્ટ્રેશન ફી માં 300 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. ગત વર્ષે જ યુનિવર્સિટી દ્વારા 500 રૂપિયા ફી કરી હતી. આ વર્ષે રૂા. 1500 નો કરવામાં આવી છે. ત્યારે હવે યુનિવર્સિટીમાં પીએચડી કરવાનું મોંઘું બનતા વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે યુનિવર્સિટી દ્વારા ફી વધારો કરવામાં આવતા આ સમગ્ર મામલે નેતાઓ ઘેરાવ કરવાનું એલાન કર્યું હતું. તેમજ ફી વધારો પરત ખેંચવામાં નહી આવે તો કુલપતિનાં ઘેરાવ કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
કુલપતિનો ઘેરાવો કરી ઉગ્ર આંદોલન કરવામાં આવશે
આ બાબતે કોંગ્રેસનાં પ્રવક્તા રોહિત રાજપૂતે જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પીએચડીની રજિસ્ટ્રેશન ફી માં એકાએક 300 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. જેથી વિદ્યાર્થીઓ અસમંજસ સ્થિતિમાં મુકાઈ જવા પામ્યા છે. જો ત્રણ દિવસમાં યુનિવર્સિટી દ્વારા ફી વધારો પરત ખેંચવામાં નહી આવે તો કુલપતિનો ઘેરાવો કરી ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
વિદ્યાર્થીઓ પણ આ બાબતે વિરોધનાં સુર
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 26 વિષયમાં પ્રવેશ માટે GCAS મારફતે ફોર્મ ભરતા 2212 વિદ્યાર્થીઓ પાસેથી નેટની પરીક્ષામાં પાસ થયાનું સર્ટિફિકેટ ઓનલાઈન અપલોડ કરવાનું સૂચન કરવામાં આવ્યું છે. ત્યારે અત્યાર સુધીમાં 190 થી વધુ NET પાસ વિદ્યાર્થીઓએ પીએચડી કરવા માટે રજીસ્ટ્રેશન ફી ભરી ફોર્મ ભર્યું છે. ત્યારે યુનિવર્સિટી દ્વારા રજીસ્ટ્રેશન ફી રૂ 500 થી વધારી રૂા. 1500 કરી દેવામાં આવી છે. ત્યારે એકાએક રજીસ્ટ્રેશન ફી માં 300 નો વધારો થતા વિદ્યાર્થીઓ પણ આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે.