માંગરોળ

માંગરોળના વેરાકુઈ ગામની દૂધ ઉત્પાદક સહકારી મંડળીના પ્રમુખ ઉપપ્રમુખની વરણી

મહેશ ગામીત પ્રમુખ પદે સતત છઠ્ઠીવાર વરણી થઈ

માંગરોળ તાલુકાના વેરાકુઇ ગામની દૂધ ઉત્પાદક સહકારી મંડળીના પ્રમુખપદે મહેશભાઈ ગામીતની સતત છઠ્ઠી વાર વરર્ણી થઈ છે. જ્યારે ઉપપ્રમુખ પદે ઈદ્રેશભાઈ મલેકની સતત ચોથીવાર બિનહરીફ વાણી કરવામાં આવી હતી.

મંડળીના નવનિયુક્ત પ્રમુખ ઉપપ્રમુખ અને કમિટી સભ્યોનો પારદર્શક વહીવટથી મંડળી પ્રગતિના પંથે જઈ રહી છે. જેનો સીધો લાભ ગામના આદિવાસી પશુપાલકોને મળી રહ્યો છે. ચાલુ વર્ષે મંડળીના સભાસદોને 50 લાખથી વધુનો દૂધ ભાવ વધારો આપવામાં આવ્યો છે. ₹2,00,000થી વધુના પ્રોત્સાહક ઇનામો પશુપાલકોને અપાયા છે અને મંડળીનું વાર્ષિક ટન ઓવર 4,50 કરોડ થઈ રહ્યું છે. જેથી પશુપાલકો ખુશખુશાલ છે.

મંડળીના વર્તમાન પ્રમુખ મહેશભાઈ ગામીત અને ઉપપ્રમુખ ઈદ્રીશભાઈ મલેકને ફરી પશુપાલક સભાસદોએ મંડળીનું સુકાન સોંપ્યું છે. નવા વરાયેલા પ્રમુખ અને ઉપપ્રમુખને હારતોરા કરી સ્વાગત સન્માન પશુપાલકોએ કર્યું હતું. આ પ્રસંગે બંને સુકાનીઓએ પારદર્શક વહીવટ અને મંડળીની ઉત્તરો ઉત્તર પ્રગતિ થાય એ પ્રમાણેનું આયોજન કરવાની ખાતરી આપી હતી

Related Articles

Back to top button