ભરૂચ
ઝઘડિયા, વાલિયા અને નેત્રંગમાં નેટવર્કના અભાવે સર્વર ધીમું ચાલતાં PMAY યોજનાના સર્વેમાં વિલંબ

ઝઘડિયાના ધારાસભ્યએ ગ્રામ વિકાસ કમિશનરને એક પત્ર લખી જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ આવાસ પ્લસ સર્વેક્ષણની કામગીરીની મુદત વધારવી જોઈએ.
નેત્રંગ, વાલિયા, ઝઘડિયા તાલુકામાં પ્રધાનમંત્રી આવાસયોજના હેઠળ આવાસ પ્લસ સર્વેક્ષણની કામગીરી 31 જાન્યુઆરી સુધીમાં બિનચૂક પૂર્ણ કરવા સરકારનો આદેશ છે. પરંતુ નેત્રંગ, વાલિયા, ઝઘડિયા તાલુકાઓમાં અંદાજિત 20 હજાર જેટલાં આવાસ આપવા પાત્ર લાભાર્થીઓની સર્વેક્ષણની કામગીરી ચાલી રહી છે. આ ત્રણેય તાલુકાઓમાં 90 ટકા સર્વેયરો તલાટી કમ મંત્રીઓ છે. ગુજરાત રાજ્ય તલાટી મંડળ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનાહેઠળ આવાસ પ્લસ સર્વેક્ષણની કામગીરી ન કરવા રાજ્ય સરકારને લેખિતમાં આપ્યું છે. જેથી કોઈપણ કામગીરી કરવામાં આવી નથી.




