આપ ધારાસભ્ય ચૈતર વસાવા રાજપીપળા ખાતે કલેકટર કચેરી સામે ધરણાં પર બેઠા

રાજપીપળામાં 20 વર્ષથી ચાલતી માં કામલ નર્સિંગ કોલેજ સામે વિદ્યાર્થીઓએ અનેક આક્ષેપો કરતા મુદ્દો છેલ્લા 15 દિવસથી ટોક ઓફ ધી ટાઉન બન્યો છે. આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ માં કામલ ફાઉન્ડેશનની બોગસ નર્સિંગ કોલેજના કારણે આદિવાસીઓ સાથે થયેલી છેતરપિંડીને લઇને ભારે વિરોધ કર્યો હતો. દરમિયાનમાં ગુરૂવારે ચૈતર વસાવા નર્મદાના કલેક્ટર – એસપી કચેરી સામે મોટી સંખ્યામાં યુવાનોની સાથે રાખીને ધરણા ઉપર બેઠા હતા. જોકે, એસપીએ સમગ્ર પ્રકરણની તપાસ માટે ખાસ સીટનું આયોજન કરવાની બાંહેધરી આપતાં મામલો હાલ ઠાળે પડ્યો છે. આમ આદમી પાર્ટીનાં ધારાસભ્ય ચૈતર વસાવા નસિંગ કોલેજના વિદ્યાર્થીઓ સાથે જિલ્લા કલેકટર કચેરી ખાતે ધારણાં પર બેઠાં હતાં. રાજપીપળા ખાતે છેલ્લા 20 વર્ષથી ચાલતી કામલ નર્સિંગ સંસ્થા બોગસ હોવાનો આક્ષેપ ધારાસભ્યે લગાવ્યો છે. આ સંસ્થા ઉંચી ફી લઈને આદિવાસી વિદ્યાર્થીઓનાં ભવિષ્ય સાથે ચેડા કરે છે, આ સંસ્થામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની રજૂઆત અમને મળી હતી. અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુબેર ડિંડોરએ જણાવ્યું હતું કે, આ સંસ્થાની કોઈ માન્યતા નથી. આ વિદ્યાર્થીઓને કોઈ નોકરી, સ્કોલરશીપ કે ગુજરાતની કોઈ ડિગ્રી મળશે નહીં. અમારે એમને જેલ ભેગા, કે કોઈ સજા નથી કરાવી. અમારે આ વિદ્યાર્થીઓને પૂરતી ફી પાછી મળે, સ્કોલરશીપ મળે, એમના ડોક્યુમેન્ટ મળે એ માંગણી છે. જીણવટભરી તપાસ થાય અને એમની ઉપર ફરિયાદ થાય એવી માંગણી કરી છે. આ બોગસ નર્સિંગ કોલેજ છે. અમે 6 નવેમ્બરથી દોડીએ છીએ. જો 15 દિવસમાં કોઈ નિરાકરણ નહીં આવે તો આ સંસ્થાના 5થી 7 હજાર વિદ્યાર્થીઓને લઈને અહિયાં આવીશું. આ પડદા પાછળ મોટા રાજકીય માથા છે. રાજપીપળાનાં એક પણ નેતા મગનું નામ મરી પાડવા તૈયાર નથી.
ધારાસભ્ય ચૈતર વસાવા અને વિદ્યાર્થીઓ વાલીઓ સાથે મુલાકાત કરી આ મુદ્દે અમે એસઆઇટીની રચના કરી છે. જે એસડીપીઓ કેવડીયા સંજય શર્મા પ્રમુખ રહેશે અને સાથે ટાઉન પી.આઈ અને અન્ય પોલીસ અધિકારીઓ આ બાબતે તપાસ કરશે અને જરૂરી પુરવા એકત્ર કર્યાં બાદમાં એફઆરઆઇ કરવામાં આવશે.> પ્રશાંત સુંબે,પોલીસ અધિક્ષક, નર્મદા.
ગુજરાત મેડિકલ કાઉન્સિલ માન્યતા નક્કી કરે આ વિદ્યાર્થીઓનો અલગ અલગ પ્રશ્ન છે. કોઈને ફી, કોઈને પરીક્ષા બેસવા નથી દીધા, સ્કોલારશિપ, વિગેરે છે. તેનું નિરાકરણની ખાતરી આપી છે. આ કોલેજની કોઈ માન્યતા નથી. યુનિવર્સિટી, કોલેજની કોઇ પણ હોઈ શકે પણ ગુજરાત નર્સિંગ કાઉન્સિલની હોઈ તો જ આ ચાલી શકે છે. વિદ્યાર્થીઓએ કોર્ષ પૂર્ણ કરી ગુજરાત મેડિકલ કાઉન્સિલમાં પોતાની ડિગ્રી નોંધાવે ત્યારે તે માન્ય છે કે અમાન્ય તે નક્કી કરે છે.> ડૉ, હરેશ કોઠારી,ઇન્ચાર્જ જનરલ સિવિલ સર્જન.




