માંગરોળ તાલુકા ઇન્ડસ્ટ્રીયલ વેલ્ફેર એસોસિએશનનું સ્નેહમિલન આયોજન થયું
18 ગામના સરપંચો અને તાલુકા-જિલ્લા પંચાયતના સભ્યો ઉપસ્થિત રહ્યા

માંગરોળ તાલુકા ઇન્ડસ્ટ્રીયલ વેલ્ફેર એસોસિએશન દ્વારા સ્નેહમિલન સંમેલનનું આયોજન ધારાસભ્ય ગણપતભાઈ વસાવાની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું. જેમાં થયેલા વિકાસ કામો મંજૂર થયેલા વિકાસના કામો અને વિસ્તારના ઔદ્યોગિક એકમો માટે તેમજ સ્થાનિક વિસ્તારના વિકાસ માટે ચર્ચા વિચારણા કરી હતી અને સરકાર સુધી આ વાત પહોંચે તે માટે ધારાસભ્યને પણ રજૂઆત કરવામાં આવી હતી.
માંગરોલ તાલુકામાં ઉદ્યોગોની શરૂઆત 1988થી થઈ હતી. જેના 35 વર્ષના લાંબા ગાળામાં તે 35 કિ.મી. કરતા વધુ વિસ્તારમાં ફેલાયો છે અને આજે લાખો લોકોને રોજગારી પૂરી પાડે છે. છેલ્લા એક દાયકાથી આ ઔદ્યોગિક એકમોને સાકળી માંગરોળ તાલુકા ઇન્ડસ્ટ્રીયલ વેલફેર એસોસિયેશન બનાવવામાં આવ્યું હતું. જે ઉદ્યોગિક એકમો તેમાં કામ કરતા કારીગરો અને સ્થાનિક વિસ્તારના પાયાગત પ્રશ્નોના નિરાકરણ કરી આ વિસ્તારના વિકાસ માટે કાર્ય કરે છે.
એસોસિએશનનું સ્નેહમિલન સંમેલન ધારાસભ્ય ગણપતભાઈ વસાવાની આગેવાનીમાં યોજાયું હતું. જેમાં એસોસિયેશનના સભ્યો ઉપરાંત ઔદ્યોગિક વિસ્તાર પથરાયેલો છે. તેવા 18 ગામના સરપંચો તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. તમામ લોકોનું એસોસિયેશનના પ્રમુખ જવાનભાઈ અને સેક્રેટરી પ્રવીણભાઈ ડોંગા દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.
એસોસિએશના હોદ્દેદારો દ્વારા ગણપતભાઈ વસાવાને આ વિસ્તારના વિકાસ અને પડતી સમસ્યા અને તેના નિરાકરણ માટે રજૂઆતો કરવામાં આવી હતી. જેમાં ખાસ કરીને કીમ ચોકડી વિસ્તાર વધુ વિકાસ કરવાની જરૂરિયાત તડકેશ્વરથી કીમ સુધીના માર્ગની આજુબાજુ ડ્રેનેજ સિસ્ટમ બનાવવા પીપોદરા ખાતે નવું પોલીસ સ્ટેશન મંજૂરી મળીએ નવું પોલીસ સ્ટેશન બનાવવા એસોસિએશન સહકાર આપશે તેવું જણાવ્યું હતું.
આ ઉપરાંતની 100 બેડની હોસ્પિટલ બનાવવા પણ એસોસિએશન તૈયારી કરી રહ્યું હોવાની વાત જણાવી હતી. પોતાના પ્રવચનમાં ગણપતભાઈ વસાવાએ આ વિસ્તાર માટે 126 કરોડ રૂપિયાની પાણી પુરવઠાની યોજનાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત સ્થાનિક ઔદ્યોગિક એકમો 1,50,000 લોકોને રોજગારી આપે છે. આ રોજગારીમાં સ્થાનિક લોકોનો સમાવેશ કરવા માટે સ્થાનિક કક્ષાએ રોજગારી મેળાનું આયોજન કરવાની અપીલ કરી હતી.




