ભરૂચ

ભાડભુત બેરેજમાં નવી જંત્રીની જાહેરાત બાદ ગયેલાં મામલતદારને લોકોએ ઘેર્યા

સાત માગણીઓ સાથે રજૂઆત કરી : પંચકેસની કાર્યવાહી અટકાવી

ભરૂચમાં ભાડભુત પાસે બની રહેલાં વિયર કમ કોઝવેની કામગીરી જમીન સંપાદનના વળતરને લઇને ઘોંચમાં પડી છે. તાજેતરમાં સરકારે નવી જંત્રીની જાહેરાત કરી છે અને ભરૂચના ખેડૂતોએ તેની શરતો સાથે સ્વીકાર કરવાની સંમતિ આપી છે પરંતુ અંકલેશ્વરના ધંતુરીયા ગામે મુલાકાતે ગયેલાં મામલતદારને ઘેરી ખેડૂતોએ ઉગ્ર રજૂઆતો કરી હતી.પંચ કેશ ની વાત કરતા જ ખેડૂતો દ્વારા સંપાદન ના જુના પ્રશ્નોનું નિરાકરણ કરવા માગ કરી હતી.

ગત રોજ ભરૂચ ખાતે ભાડભૂતબેરેજ યોજના અસરગ્રસ્ત ખેડૂત સમન્વય સમિતિ તરફથી જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવીને ભાડભૂત બેરેજ યોજના ના ડાબા કાંઠા ના અસરગ્રસ્ત ખેડૂતો ને 2024 જંત્રી ડ્રાફ્ટ મુજબ ભાવોનું વળતર લેવા સહમતી દર્શાવી હતી તેમજ ભાવ જંત્રી ડ્રાફ્ટ નક્કી કરેલ છે. અને 2024 જંત્રી ડ્રાફ્ટ મુજબ ભાવોનું વળતર લેવા સહમતી દર્શાવી હતી. જે બાદ આજરોજ અચાનક જ ગત મોડી સાંજે ખેડૂતોને જાણ કરી સવાર માં જ ધંતુરીયા સહીત ગામો માં પંચકેશ કરવા મામલતદાર કરણસિંહ રાજપુત અને ટીમ પહોંચી હતી.

જે પૂર્વે જ ખેડૂતો એકત્રિત થયા હતા. ભાડભૂત બેરેજના કામે ધંતુરીયા ગામ ના પ્રશ્નોનું નિરાકરણ લાવી ત્યારબાદઆગળ ની કાર્યવાહી કરવા માટે રજુઆત કરી હતી. સાથે પોતાની 7 મુદ્દા આધારિત જૂની માંગસાથેનું લેખિતઆવેદન મામલતદારને આપી ને સૌ પ્રથમ રજુ કરેલાપ્રશ્નો નું નિરાકરણ લાવ્યા બાદ તેઓ પંચકેશ કરવા વિચારશેતેમ જણાવ્યું હતું.ધંતુરિયાના ખેડૂતોના પ્રશ્નોનું પહેલા નિરાકરણ લાવો પછી જ આગળની કાર્યવાહી કરવા દેવાની ચીમકી પણ આપવામાં આવી છે.

ખેડૂત રજૂ કરવામાં આવેલા પ્રશ્નો

રી સર્વે ની ભૂલ નું નિરાકરણ લાવવું;એક પિયત માટે કેનાલ બનાવી આપવી;બચેલી જમીન માંજવા માટે રસ્તો આપવો;પાકને જે નુકસાનથયેલ તેઆપવા;નવી જંત્રી મુજબ ભાવ આપવો;સંપાદન થતાબચી ગયેલજમીન સમતળ કરવી;{કબજાફેર ની ક્ષતિઓ સુધારવા બાબત

રજૂઆતોના હલ બાદ પંચકેસ કરવા દઇશું

પ્રથમ વારંવાર રજૂ કરેલાપ્રશ્નો નું નિરાકરણ કરવામાં આવે ભાડભૂત બેરેજ ના કામે ધંતુરીયા ગામ ના પ્રશ્નો નુંનિરાકરણ લાવી ત્યારબાદ આગળ ની કાર્યવાહી કરવા માં આવે તે માટે રજુઆત કરી હતી. જેમાં જુના અમારા7 જેટલા મુદ્દા છે તે રજૂ કર્યા છે. જે મુદ્દા નું નિરાકરણ આવે તે બાદ જ અમે પંચકેશ કરવા વિચારીશું – હિરેન ભટ્ટ , ખેડૂત આગેવાન, ભાડભૂતબેરેજ યોજના અસરગ્રસ્ત ખેડૂત સમન્વય સમિતિ

Related Articles

Back to top button