ઉમરપાડા

ઉમરપાડાનાં ગોપાલીયા ગામ પાસે સ્પોર્ટ બાઇક અને કારનો અકસ્માત

બાઇક સવાર બેને ઇજા પહોંચી, કારને અંદાજીત 90 હજારથી વધુનું નુકસાન

ઉમરપાડાનાં ગોપાલીયા ગામે સ્પોર્ટ બાઇક ચાલકે પૂરઝડપે હંકારી લાવી કાર સાથે ધડાકાભેર અથડાવી દઇ અકસ્માત સર્જાવવાનાં મામલે ઉમરપાડા પોલીસમથકે કસુરવાર બાઇક ચાલક વિરૂદ્ધ ગુનો નોંધાયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, ઉમરપાડા પોલીસ મથકે ફરજ બજાવતા ધનસુખભાઇ કરશનભાઇ સેંતા પોતાનાં કબ્જાની બ્રેઝા ફોરવ્હિલ કાર નં.જીજે- 05-આરસી-5882 લઇને ઉમરપાડાનાં ગોપાલીયા ગામની સીમમાં ગોવટ ત્રણ રસ્તા નજીકથી પસાર થઈ રહ્યા હતા. જે દરમિયાન સામેથી એમ.ટી. 15 મો.સા.નં. જીજે-19-બીએલ-5214ના ચાલકે બાઇકને પૂરપાટ હંકારી લાવી સ્ટીયરિંગ ઉપરનો કાબૂ ગુમાવી દઇ સામેથી આવી રહેલી બ્રેઝા કાર સાથે ધડાકાભેર અથડાવી દીધી હતી.

જોકે ઉપરોક્ત અકસ્માતની ઘટનામાં બાઇક સવાર બંનેને ઇજાઓ પહોંચતા જેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. સુચીત અકસ્માતમાં બ્રેઝા કારને અંદાજીત 90 હજારનું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું હતું. સમગ્ર ઘટના અંગે ઉમરપાડા પોલીસ મથકે ફરિયાદ કરવામાં આવતા હાલ પોલીસે કસુરવાર બાઇક ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

Related Articles

Back to top button