ગુનોતાપીરાજનીતિ

વાલોડ તાલુકામાં ભ્રષ્ટાચારના આરોપો સામે ખોટી સહી અને સિક્કાનો ગુનો દર્જ

આદિવાસી પંચના આગેવાનો દ્વારા પોલીસમાં નિવેદન

વાલોડ તાલુકામાં ભ્રષ્ટાચારના મુદ્દે સરપંચો દ્વારા આપેલ આવેદનપત્રમાં ખોટી સહી અને સિક્કા કરવાના આરોપ સામે ગુનો નોંધાયો છે. આદિવાસી પંચના આગેવાનો દ્વારા વાલોડ પોલીસમાં આ મુદ્દે નિવેદનો આપવામાં આવ્યા છે. આદિવાસી પંચ દ્વારા ભ્રષ્ટાચારના મુદ્દે આવેદન આપવામાં આવ્યું હતું, જેના વિરુદ્ધ સરપંચ એસોસિએશન દ્વારા પણ આવેદન આપી ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. આ આક્ષેપોમાં આદિવાસી આગેવાનો વિરુદ્ધ ખોટી સહી અને સિક્કા કરવાના આરોપોનો સમાવેશ થાય છે.

આદિવાસી પંચના આગેવાન દાદરીયા ગામના કાર્તિક ચૌધરી સહિત અન્ય પંચ સભ્યોએ પણ આ મુદ્દે આવેદન આપ્યું હતું. તેમણે ફરિયાદ કરી હતી કે સરપંચોએ આપેલ આવેદનમાં બે ગામની મહિલા સરપંચોની સહી અને સિક્કા ન હોવાની રજૂઆત કરી હતી. આદિવાસી પંચના આગેવાનોએ આ મુદ્દે તમામ સરપંચોની સહી અને સિક્કાની ખરાઈ કરવાની માંગ કરી હતી. આ સંદર્ભે વાલોડ પોલીસમાં પ્રકરણ દર્જ કરવામાં આવ્યું છે.

આદિવાસી આગેવાનો લાલસિંહ ગામીત, કાર્તિક ચૌધરી, ભુપેન્દ્ર ચૌધરી અને રાજુ પટેલે વાલોડ પોલીસમાં નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે આવેદન આપનારા અને ફોટા પડાવનારા તમામ સરપંચોના નામે ખોટી સહી કરવામાં આવી છે. આદિવાસી પંચના આગેવાનોએ આરોપ મૂક્યો હતો કે સરપંચોએ સરકાર અને લોકોને ગેરમાર્ગે દોરી ભ્રષ્ટાચાર છુપાવવા માટે ખોટી સહી અને સિક્કાનો દુરુપયોગ કર્યો છે. તપાસ દરમિયાન સરપંચોના જવાબો લેવામાં આવ્યા હતા અને વિડીયોગ્રાફી પણ કરવામાં આવી હતી. જે સરપંચોએ સહી કરી નથી, તેમના નામે ખોટી સહી કરવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું છે.

આદિવાસી પંચના નેતાઓ દ્વારા જણાવ્યું હતું કે જો ખરેખર તપાસ કરવામાં આવશે, તો આવી ખોટી સહીઓ સરપંચના નામે કરી નાણાકીય વ્યવહારો બહાર આવી શકે છે. આદિવાસી પંચના આગેવાનોએ જણાવ્યું હતું કે બે ગામોની મહિલા સરપંચોએ પોતે સહી ન કર્યા હોવાના સોશિયલ મીડિયા પર ઓડિયો ફેલાવ્યો હતો. આદિવાસી પંચના આગેવાન લાલસિંહ ગામીતે જણાવ્યું હતું કે આદિવાસી પંચના આગેવાનો સામે કાદવ ઉછાળનાર અને ખોટી સહી કરનારા લોકો સામે બદનક્ષીનો કેસ કરાશે.

આદિવાસી પંચના આગેવાનોએ જણાવ્યું હતું કે આજદિન સુધી કેટલાક ગામોમાં સરપંચ પતિઓ વ્યવહાર કરતા હોવાનું સાંભળવા મળતું હતું, પરંતુ હવે આવી ખોટી સહી કરનારા અન્ય કોણ છે તેની તપાસ કરવી જરૂરી છે. આદિવાસી પંચના આગેવાનોએ આ મુદ્દે સખત કાર્યવાહી કરવાની માંગ કરી છે અને ભ્રષ્ટાચારીઓ સામે કડક પગલાં લેવાની માંગ કરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button