ઉમરપાડાનાં ખોટારામપુરા ગામની સીમમાં પાર્ક કરેલી બાઇક ચોરી

સુરત ઉમરપાડાનાં ખોટારામપુરા ગામની સીમમાં પાર્ક કરેલી બાઇક અજાણ્યો ઇસમ ચોરી કરી ફરાર થઇ જતા ઉમરપાડા પોલીસ મથકે ગુનો નોંધાયો હતો.
મળતી માહિતી અનુસાર ભીમસિંગભાઇ આટીયાભાઇ વસાવાની માલિકીની 52 હજાર કિંમતની સ્પ્લેન્ડર આઇ સ્માર્ટ મો.સા.નં. GJ-22-F-5651 લઇને દેવીલાલભાઇ કામુભાઇ વસાવા રાત્રિનાં દસેક વાગ્યાનાં સુમારે ખોટારામપુરા ગામની સીમમાં આવેલ પોતાનાં પિતાનાં ખેતરમાં ડાંગર કાઢવા માટે ગયા હતા અને આ બાઇકને ડોંગરીપાડા ગામનાં બસ સ્ટેશનથી ખોટારામપુરા તરફ જતા રોડની સાઈડે પાર્ક કરી હતી. જોકે પરત આવેલા દેવીલાલભાઈને પાર્ક કરેલી ઉપરોક્ત બાઇક નજરે નહીં પડતા તેમણે આસપાસનાં વિસ્તારમાં તપાસ કર્યા બાદ પણ બાઇક કરી છતાં પણ બાઈક મળી આવી નહીં જેથી ચોરી થઈ ગઈ હોવાનું જણાઇ આવ્યું હતું. ત્યાર બાદ ભીમસિંગભાઇ વસાવા દ્વારા સમગ્ર બાઇક ચોરીની ઘટના અંગે ઉમરપાડા પોલીસ મથકે ફરીયાદ કરવામાં આવતા પોલીસે અજાણ્યા ચોર ઇસમ વિરૂદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.




