નર્મદા

નર્મદા જિલ્લામાં સસ્તા અનાજની દુકાનદારોનું પડતર માંગણીઓ મુદ્દે મામલતદારને આવેદન આપવામાં આવ્યું

નર્મદા જિલ્લામાં સસ્તા અનાજની દુકાનદારોનું પડતર માંગણીઓ મુદ્દે મામલતદારને આવેદન આપવામાં આવ્યું છે. ઓક્ટોબર 2024નો જથ્થો ઉપાડ, ચલન પેઇડ કે વિતરણ નહીં કરવા અંગે જિલ્લાના 221 દુકાનદારોએ તંત્રવાહકોને રજૂઆત કરી છે.આવેદનમાં જણાવ્યા મુજબ ગુજરાત રાજ્ય માં રેશન ડીલરોના પડતર પ્રશ્નો અંગે રાજ્યના બંને એસોસિએશન તરફથી વારંવાર સરકાર ને લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે.

પરંતુ આ પ્રશ્નો ની સતત ઉપેક્ષાઓ થઈ રહી છે.બંને રાજ્ય એસોસિયેશનના સંયુક્ત ઉપક્રમે વિતરણ સંબધિત કામગીરીનું અસહકાર ચળવળને ફરીથી શરૂ કરવામાં આવી છે. આ ચળવળના ભાગરૂપે તમામ રેશનકાર્ડ ધારકો ચાલુ મહિને બીજો આદેશ ન મળે ત્યાં સુધી જથ્થો ઉપાડ, ચલન પેઇડ, કે વિતરણ કામગીરીમાં અસહકારનું વલણ અપનાવીશું.

Related Articles

Back to top button