વાંસદાના કાંટસવેલ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ પાસે સલામતી સપ્તાહ, ઇકો ક્લબ પ્રવૃત્તિ નામે બગીચાઓમાં સાફ-સફાઈ કરાવાઇ

વાંસદાના પારસી ફળિયામાં નવસારી જિલ્લા પંચાયત સંચાલિત કાંટ્સવેલ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ પાસેથી શાળા પરિસરમાંથી કચરો તથા ઘાસની સાફસફાઈ કરાવી મજૂરી કરાવતાં શાળાના શિક્ષકો નજરે પડ્યાં હતા. વાંસદા તાલુકામાં વાલીઓએ બાળકોને અભ્યાસ માટે શાળામાં મોકલતાં હોય છે પરંતુ ઘણી જિલ્લા પંચાયત સંચાલિત શાળાઓમાં વિદ્યાર્થીઓ પાસે મજૂરી કરાવતા હોવાનો બનાવો બનતા અહેવાલ મીડિયામાં આવતા હોય છે. એ જ રીતે પારસી ફળિયામાં આવેલી કાંટ્સવેલ પ્રાથમિક શાળાના બાળકો પાસે શાળાના શિક્ષકો શાળા પરિસરમાંથી કચરો અને સૂકો ઘાસ કાઢતા ઘણાં વિદ્યાર્થીઓ સહિત વિદ્યાર્થિનીઓ નજરે પડ્યા હતા. ખરેખર આ કામગીરી શાળાના વિકાસ ફંડમાંથી મજૂરો રાખી મજૂરો પાસેથી આ કામગીરી કરાવાની હોય છે. આ વરસાદના સમયનું સૂકુ ઘાસ તથા કચરો કાઢતા વિદ્યાર્થીઓના હાથમાં કાંટાથી ઇજા પહોંચી શકે એમ છે. આ અંગે આચાર્ય વિરલભાઈ એસ.પટેલ સાથે વાત કરતા જણાવ્યું હતું કે શાળા સલામતી સપ્તાહ અને ઇકો ક્લબની પ્રવૃત્તિને લઈ કામગીરી કરાવતા હોય છે.



