વાલોડમાં સરપંચની બેઠકના કલેકટરના પ્રાથમિક જાહેરનામા સામે આગેવાનોએ વિરોધ નોંધાવ્યો

વાલોડ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ત્રણ ટર્મથી મહિલા સરપંચ ચૂંટાઈ આવતા હોય અને આવનાર ચૂંટણીમાં અનુસૂચિત આદિજાતિ બેઠક અનામત રાખવા બે આગેવાનોએ રજૂઆતો કરતા કલેકટરના પ્રાથમિક જાહેરનામા સામે લેખિતમાં વિરોધ નોંધાવ્યો હતો.
વાલોડ ગ્રામ પંચાયત સરપંચની ચૂંટણીમાં નિયમો 1994 ની જોગવાઈઓ અનુસાર રોટેશન મુજબ ફાળવણી કરવા વાલોડના ધીરેનકુમાર ગામીત કે જેઓના પિતા વાલોડ તાલુકા પંચાયતના માજી પ્રમુખ હતા તથા ગિરીશકુમાર હળપતિ કે જેમના પિતા સરપંચ હોય તેમના દ્વારા કલેક્ટર અને ચૂંટણી આયોગના અધિકારીને લેખિતમાં રજૂઆત કરતા જણાવ્યું હતું કે કલેક્ટર તાપી દ્વારા પ્રાથમિક જાહેરનામું ગુજરાત પંચાયત અધિનિયમ ની જોગવાઈઓ અનુસાર ગ્રામ પંચાયતોના હોદ્દા અનામત રાખવા જોગવાઈ છે, સરકારના પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના જાહેરનામા મુજબ અનામત હોદ્દાની વારાફરતી હોદ્દા રોટેશન ફાળવણીની રીત નિયમો મુજબ વાલોડ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં રોટેશન મુજબ અનુસુચિત આદિજાતિ બેઠક માટે અનામત રાખવા અરજ કરી છે, વાલોડ ગ્રામ પંચાયતની છેલ્લી ત્રણ ટર્મથી મહિલા સરપંચા ચુંટાઈ આવતા હોય આવનારી ચૂંટણીમાં અનુસૂચિત આદિજાતિ બેઠક માટે અનામત રાખવા માટે તેમણે અરજ કરી છે અને પ્રાથમિક જાહેરનામા મુજબ હુકમ કરવા સામે તેમણે વાંધો ઉઠાવ્યો છે. વાલોડ ગ્રામ પંચાયતમાં કેટલાક વોર્ડમાં પણ રોટેશન મુજબ ફેરફાર થવા જરૂરી છે અને મતદારોની સંખ્યા મુજબ વોર્ડ રચના કરવી જરૂરી છે, કારણ કે કેટલાક વોર્ડમાં 500 થી ઓછા મતદારો હોય છે અને કેટલાક વોર્ડમાં 1000 થી વધુ મતદારો હોય સીધે સીધી મતદારોની અસમાનતા દેખાય છે, જે અંગે પણ આવનારી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ચૂંટણી અધિકારી દ્વારા ફેરફાર કરવાની જરૂર છે.




