તાપી

વ્યારામાં રાહુલ ગાંધી વિશે નિવેદન કરનારા ભાજપ નેતાઓ સામે ફરિયાદ નોંધવા ધારાસભ્ય ડો. તુષાર ચૌધરીની આગેવાનીમાં રજૂઆત

લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધીને ખતમ કરી નાખવા માટે તેમજ તેમની ગરિમા ના ગરિમા ખતમ કરી નાખવા ભાજપ તેમજ સહયોગી પાર્ટીના નેતાઓ સામે ફરિયાદ દાખલ કરવા માંગણી સાથે વ્યારા માં પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ખેડબ્રહ્માના ધારાસભ્ય ડો. તુષાર ચૌધરી સહિત કોંગ્રેસ પ્રમુખ ભિલાભાઈ ગામીતની આગેવાનીમાં વ્યારા પોલીસ માં પીઆઇ એન.એસ. ચૌહાણને લેખિતમાં ફરિયાદ અપાઈ હતી વ્યારા પોલીસ મથકમાં લેખિતમાં કરેલી ફરિયાદમાં તેમજ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ખેડબ્રહ્માના ધારાસભ્ય ડો.તુષાર ચૌધરીએ જણાવ્યા મુજબ બીજેપી નેતા તરવિન્દરસિંહ મારવાહએ રાહુલ ગાંધીને જાનથી મારી નાખવાની ધમકી આપી છે.

સંજય ગાયકવાડ ધારાસભ્ય શિંદે સૈના એ જાહેરમાં 11 લાખ રૂપિયા ઇનામની જાહેરાત કરી વિપક્ષના નેતા રાહુલ ગાંધીની જીભ કાપશે એને 11 લાખ ઇનામ આપીશ. રેલવે રાજ્ય મંત્રી રવનીત બિંદુએ મીડિયા સાથે જાહેરમાં વાત કરતી વખતે વિપક્ષના નેતા રાહુલ ગાંધીને આતંકવાદી કહ્યા છે.બિંદુ એ હિંસા ભડકાવવા અને શાંતિ ભંગ કરવાના ઉદ્દેશ્ય સાથે જાહેરમાં નફરત અને ભડકાવવા જાણી જોઈને નિવેદન આપ્યુ હતુ.

ભાજપના નેતા અને યુપીના મંત્રી રઘુરાજસિંહને પણ જાહેરમાં આતંકવાદી ગણાવ્યા છે. ભાજપના નેતાઓએ અને તેના સાથી પક્ષો દ્વારા જારી કરેલા નિવેદનો અને ધમકી આપી છે. જેમાં તેઓ રાહુલ ગાંધીની હત્યા અથવા ઇજા અને દેશના વિપક્ષના નેતાને આતંકવાદી ગણાવ્યા હતા. સાથે જ ભાજપ એનડીએ ગઠબંધન ભાગીદારો દ્વારા દ્વેષ દર્શાવ્યો છે. આથી તેમની સામે ફરિયાદ દાખલ કરવા તાપી કોંગ્રેસ આગેવાનો દ્વારા વ્યારા પોલીસમાં ફરિયાદ આપી હતી.

Related Articles

Back to top button