માંડવી

સુરત જિલ્લા ક્વોરી એસોસિએશની અરેઠ ખાતે બેઠક યોજાઇ

સુરતના અરેઠ ખાતે સુરત જિલ્લા કવોરી એસોસિયેસનની મહત્વની બેઠક મળી હતી. 07 જેટલા મહત્વના પડતર પ્રશ્નોને લઇ ક્વોરી એસોસિયેસન લડી લેવાના મૂડમાં છે, સરકાર દ્વારા માંગણીઓ નહી સંતોષાતા જિલ્લાની 65થી વધુ ક્વોરીઓ બંધ કરી દેવામાં આવી છે. ક્વોરી બંધ રહેતા પ્રધાન મંત્રીના બુલેટ ટ્રેન પ્રોજેક્ટ, એક્ષપ્રેસ વે પ્રોજેક્ટ સહિત અનેક સરકારી પ્રોજેક્ટો ઉપર પડી અસર થશે.

રાજ્ય ક્વોરી ઉદ્યોગ દ્વારા છેલ્લા ઘણા સમયથી અનેક માંગણીઓ કરવામાં આવી હતી. જે સંદર્ભમાં સરકાર દ્વારા કોઈ યોગ્ય પ્રતિભાવ ન મળતા આખરે ગાંધી જયંતીના દિવસથી અચોક્કસ મુદત સુધી કવોરી ઉધોગ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. ત્યારે સુરત જિલ્લાની અંદાજિત 65થી વધુ ક્વોરીઓ પણ એકસાથે બંધ કરી દેવામાં આવી છે. આગામી સમયમાં નવી રણનીતિ નક્કી કરવા સુરત જિલ્લા ક્વોરી એસોશિયેસનની અરેઠ ખાતે બેઠક મળી હતી. જેમાં જિલ્લાના તમામ કવોરી સંચાલકો હાજર રહ્યા હતા.

રાજ્યમાં ચાલતા કવોરી ઉદ્યોગ અંતર્ગત દક્ષિણ ગુજરાત કવોરી એસોસિએશન દ્વારા પણ સરકાર સામે લડી લેવા તથા પોતાની માગ અંગે રજૂઆત કરવા એક મિટિંગ મળી હતી. રજનીભાઈ કથીરિયા, મનસુખભાઈ ભાલાળા, દામજીભાઈ ડાખરા,કિરણ ભાઈ ભાદાના માર્ગદર્શન હેઠળ મળેલી બેઠકમાં તમામ કવોરિઓ બંધ રાખવાનું અમલીકરણ કરવામાં આવ્યું હતું. એક સાથે જિલ્લાની 65 જેટલી ક્વોરીઓનું પ્રોડક્શન બંધ કરી દેવામાં આવ્યું હતું.

ક્વોરી ઉદ્યોગની મહત્વની કુલ સાત માંગો પૈકી ખાડા માપણી બાબત, ખાનગી માલિકને જમીનમાં કવોરી લીઝો હરાજી વગર આપવા બાબત, કવોરી ઝોન ડિક્લેર કરવા બાબત, ઈ.ઈ.સી અને માઈનીંગ પ્લાન ગૌણ ખનીજમાં નહીં હોવા બાબત ખાણ ખનીજ અને આરટીઓનું જોડાણ અલગ કરવામાં બાબત, જેવી સાત બાબતો અંગે સરકારે અત્યાર સુધી કોઈ અમલીકરણ ન કરતા ઉદ્યોગ દિનપ્રતિદિન જાણે મુશ્કેલીમાં મુકાઈ રહ્યો છે. ત્યારે કવોરી ઉદ્યોગમાં અનેક સમસ્યાઓમાં સામનો કરી રહેલા ક્વોરી માલીકો દ્વારા નાછૂટકે કવોરી ઉદ્યોગ બંધ કરી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ક્વોરી ઉદ્યોગ સાથે જોડાયેલા અનેક પરિવારો પોતાની રોજી રોટી બંધ થઈ જવાના ભય ઓથાર જીવી રહ્યા છે. જ્યારે સરકાર ઉદ્યોગની યોગ્ય માગ પ્રત્યે એકની બે ન થતાં ઉદ્યોગ સાથે જોડાયેલા અન્ય બીજા લોકોમાં પણ આક્રોશ વ્યાપી ઉઠ્યો છે.

ઘણા પ્રોજેક્ટોને અસર થશે

સુરત જિલ્લાની ક્વોરી ઉદ્યોગ બંધ રહેતા અનેક પ્રોજેક્ટો ઉપર માઠી અસર પડશે. જિલ્લામાં ક્વોરી બંધ રહેતા પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવા બુલેટ ટ્રેન પ્રોજેક્ટ, એક્સપ્રેસ વે પ્રોજેક્ટ ઉપર પણ અસર પડશે. સરકારી પ્રોજેક્ટોનું કામ ઝડપ ગતિએ ચાલી રહ્યું છે. તેવામાં કવોરી એસોસિયેશન દ્વારા તમામ ક્વોરી બંધ રાખવાનું એલાન કરતાં સરકારી પ્રોજેક્ટો ઉપર પણ ગંભીર અસર પડી રહી છે.

બીજી તરફ ક્વોરી ઓ બંધ રહેતા મજૂર વર્ગ અને ટ્રેક ચાલકોની રોજગારી પર પણ ભારે અસર પડી રહી છે. હવે જોવું એ રહ્યું કે, આ તમામ સમસ્યાઓ વચ્ચે રાજ્ય સરકાર ક્વોરી એસોસિએશનની પડતળ માંગણીઓ સ્વીકારે છે કે પછી આ તમામ સમસ્યાઓ જેશે થે રહે છે. ત્યારે આજરોજ મળેલી બેઠકમાં આગામી દિવસો આવેદન પત્ર સહિતના કાર્યક્રમો કરવામાં આવશે તેવી રણનીતિ ઘડવામાં આવી હતી.

Related Articles

Back to top button