ઉમરપાડા

સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના વાડી ગામે આવેલી સૈનિક સ્કૂલ ખાતે 76મા પ્રજાસત્તાક દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી

સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના વાડી ગામે આવેલી સૈનિક સ્કૂલ ખાતે 76મા પ્રજાસત્તાક દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવી હતી. રાજ્યના શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો અને પરેડનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા કલેક્ટર ડૉ. સૌરવ પારધી, જિલ્લા પોલીસ અધિક્ષક હિતેશ જોયસર અને જિલ્લા વિકાસ અધિકારી સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓએ દેશભક્તિના ગીતો અને નૃત્યની પ્રસ્તુતિ કરી હતી.

સમારોહમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર પોલીસકર્મીઓ અને સરકારી કર્મચારીઓને પ્રશસ્તિપત્ર અને મેડલ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. જિલ્લાના વિવિધ પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકોએ આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો.

Related Articles

Back to top button