નવસારી

નવસારીના વાંસદામાં 29 વર્ષીય યુવાનનું દેવું વધી જતા ગળાફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું

આજકાલના યુવાનોમાં ધીરજ ખૂટી હોય તેમ નાની અમથી વાતમાં અંતિમ પગલું ભરતા હોય છે.નવસારીના વાંસદા તાલુકામાં 29 વર્ષીય યુવાનનું દેવું વધી જતા આર્થિક સંકડામણમાં તણાવ હેઠળ આવી અંતિમ પગલું ભર્યું હતું જેમાં તેણે ગળે ફાંસો લઈ જીવન ટૂંકાવ્યું છે.

વાંસદા તાલુકાના ગામના સડક ફળિયામાં રહેતા 29 વર્ષીય દર્પણ હસમુખભાઈ પટેલ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોકરી કરે છે. છેલ્લા કેટલાક વખતથી તેમનું દેવું વધી જતા તેઓ માનસિક તણાવમાં ગરકાવ થયા હતા. જેથી ગઈકાલે સવારે 11:00 વાગ્યાના સુમારે લીંબારપાડા ગામના બારી ફળિયા ખાતે આવેલા સાવરમાળી નામે ઓળખાતા ડુંગર પર કાજુઆંબાના ઝાડની ડાળી સાથે નાયલન દોરી વડે ગાળો ફાંસો લઈ જીવન ટૂંકાવ્યું હતું. નવસારી જિલ્લામાં એક સગીર યુવતી સહિત વાંસદાના 29 વર્ષીય યુવાન સાથે એકજ દિવસમાં કુલ બે અકસ્માતના કેસ નોંધાયા છે. વાંસદા પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. કેસની તપાસ એ એચ પટેલ પીએસઆઇ કરી રહ્યા છે.

Related Articles

Back to top button