
20 જાન્યુઆરીએ દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ વે પર ભરૂચના દહેગામ ખાતે 15ઃ00થી 16ઃ30 કલાક સુધી ઇન્ડિયન એરફોર્સની સૂર્યકિરણ એરોબેટિક ટીમનો દિલધડક એર-શો યોજાનારો છે. જે એર-શોનાં રિહર્સલ કરવામાં સૂર્યકિરણ એરોબેટિક ટીમના 9 ફાઇટર પ્લેને સુરતના ગગનને ગજાવ્યું હતું.
મળતી માહિતી મુજબ, ઇન્ડિયન એરફોર્સની સૂર્યકિરણ એરોબેટિક ટીમ 9 ફાઇટર પ્લેનની છે. જેની સ્થાપના 1996માં થઈ હતી. શરૂઆતમાં આ ટીમ કિરણ નામના પ્રમાણમાં ધીમી ગતિના ટ્રેનર જેટ પ્લેન સાથે 2011 સુધી એર શો કરતી હતી. સૂર્યકિરણ ટીમને 2011 બાદ વિખેરી નાંખવામાં આવી હતી અને 2017માં એનું ફરી ગઠન કરવામાં આવ્યુ હતુ . 2017થી સૂર્યકિરણ ટીમ હોક એમકે-132 નામના એડવાન્સ જેટ ટ્રેનર એરક્રાફ્ટનો ઉપયોગ કરે છે.




